તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગે જાગૃતિ માટે તમે શું કર્યું?: કોર્પોરેટર માંડ 2 ટકા લોકો કોરોનાથી મરે છે: અધિકારીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલાં રૂપે BRTS-AMTSબસના હેન્ડલ જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલાં રૂપે BRTS-AMTSબસના હેન્ડલ જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે.
  • મ્યુનિ.ની હેલ્થ કમિટી જ લોકજાગૃતિનાં પગલાં અંગે અંધારામાં

અમદાવાદઃ કોરોના સામે લોકોમાં જાગૃતિ લાવવા મ્યુનિ. આઈસોલેશન વોર્ડ સહિતના પગલાંની વાતો કરે છે. પરંતુ હેલ્થ કમિટીની બેઠકમાં ભાજપના સિનિયર કોર્પોરેટર અને કમિટીના સભ્ય બિપીન પટેલે પૂછેલા પ્રશ્નનો જવાબ તંત્ર આપી શક્યું ન હતું. તેમણે પૂછ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર કોરોના અંગે ગંભીર છે ત્યારે લોકોમાં જાગૃતિ માટે તમે શું કર્યું? અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, દુનિયામાં માંડ 2 ટકા મૃત્યુ કોરોનાને કારણે થયા છે. તેઓ પ્રેઝન્ટેશનની વાત કરવા લાગ્યા હતા. મેં તેમને ફરી પૂછ્યું કે, તમે ગ્રાઉન્ડ ઉપર શું કામ કર્યું? જેનો અધિકારીઓએ માત્ર એટલો જવાબ આપ્યો કે અમે 3 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કર્યા છે.

મ્યુનિ.એ છાણ ઉપાડવાનું બંધ કર્યું: કેટલાક વિસ્તારમાં મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાલતુ પશુનું છાણ ઉપાડવાનો ઇન્કાર કરતાં વિવાદ થયો છે. હેલ્થ કમિટીમાં આ અંગે પ્રશ્ન પૂછાયો હતો. આ ઉપરાંત કચરો નહીં ઉપાડવાની પણ ફરિયાદો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો