તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ભારે વરસાદને પગલે GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, રાત્રે તો પાણીમાં ગરકાવ થઈ ગયું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગઈકાલે રાત સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે શહેરમાં દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાયા હતા. માત્ર એટલું જ નહીં, જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. તેમાં પણ રાત્રે તો જીએમડીસી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેથી વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારી આડે પણ વિઘ્ન ઉભું થયું છે. ઉલ્લેખનીય છે કે, શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે, પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે.

ઇલેક્ટ્રૉનિક્સ સાધનોને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા
રાત્રે GMDC મેદાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેથી મુખ્યમંચ, સાઉન્ડ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદને કારણ અસર પહોંચી છે અને ઇલેક્ટ્રૉનિક્સ સાધનોને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા હતા. 

શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ
ગઈકાલે રાત્રે શહેરના સરખેજમાં 1 કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દૂધેશ્વરમાં 2.5 ઇંચ, મેમ્કોમાં 2 ઇંચ, બોડકદેવમાં 1.80 ઇંચ, રાણીપમાં 1.5 ઇંચ, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ, ચાંદખેડામાં 1.5 ઇંચ, ગોતામાં 1.4 ઇંચ, વટવામાં 1.4 ઇંચ, નરોડામાં 1 ઇંચ, પાલડીમાં 1 ઇંચ, દાણાપીઠમાં 0.75 ઇંચ, મણિનગરમાં 0.75 ઇંચ વરસાદ થયો છે. 

અન્ય સમાચારો પણ છે...