તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Wanted Of Attempted Murder, Fighting Case Accused Caught With Pistol Sola Police Seized Mercedes Car

હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાના વોન્ટેડ આરોપીઓ પીધેલી હાલતમાં પિસ્તોલ સાથે ઝડપાયા, મર્સિડિઝ જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, એક પિસ્તોલ અને મર્સિડીઝ કાર મળી 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ: શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ખૂનની કોશિશ અને અન્ય ગુનામાં સંડોવાયેલા માથાભારે વોન્ટેડ આરોપીઓને સોલા પોલીસે દારૂ પીધેલી હાલતમાં પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા છે.
તેમની પાસેથી મર્સિડિઝ કાર પણ જપ્ત કરવામાં આવી છે.

 સોલા પોલીસે બાતમીના આધારે  (1) જીતેન્દ્રગીરી બળદેવપુરી ગોસ્વામી (ઉવ.44 રહે. સમસાર એલીમેન,એસ.બી.આઈ.  ઝોનલ ઓફીસની  ગલીમાં આંબાવાડી)  (2) પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ પટેલ (ઉવ.40,રહે. હરેશાંતી બંગલો, ગોકુળ હોટલની સામે ભાગવત પેટ્રોલ પંપની  પાછળ, સોલા) અને માલદેવ રમુભાઈ ભરવાડ (ઉ વ.28 રહે. એ/૪ જલધારા પારસનગર ઈસનપુર)ની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.

આરોપી જીતેન્દ્રગીરી સામે  વેજલપુર, શાહપુરમાં હત્યાની કોશિશ અને ધાક ધમકીના ગુના નોંધાયા છે જ્યારે આરોપી પ્રગનેશ સામે વેજલપુર, શાહપુર ક્રાઈમ બ્રાન્ચ, મહેસાણા બી ડિવિઝનમાં ગુના નોંધાયા છે જ્યારે માલદેવ સામે વટવા, અસલાલી, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, એક પિસ્તોલ અને મર્સિડીઝ કાર મળી 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.