તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Voting Started For Two Seats Of Rajya Sabha From Gujarat, BJP Surely Win But The Congress Fears Crossvoting

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યસભાની બે બેઠકો માટે મતદાન શરૂ, ભાજપની જીત નિશ્ચિત પણ કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની બે બેઠકો માટે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસના કાનૂની વિવાદ પછી પણ ભાજપના બંને ઉમેદવાર કેન્દ્રીય મંત્રી જયશંકર અને સ્થાનિક આગેવાન જુગલ કિશોરનો વિજય થયો હતો.જો કે,કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના મત રદ કરવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરતા પરિણામ સત્તાવાર જાહેર થવાનું અટકી ગયું હતું. હવે આ મામલો કાનુની પ્રક્રિયામાં ગૂંચવાયો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની બે બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં સવારે 10થી સાંજે 4 કલાક સુધી મતદાન હાથ ધરાયું હતું.પ્રથમ ભાજપના ધારાસભ્યએ મતદાન કર્યુ હતું. પાલનપુરના રિસોર્ટમાં રહેનાર કોંગ્રેસના ધારાસભ્યોને પાલનપુરથી લાવી બરાબર સવારે 11 કલાકે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના બંગલે લઇ જવાયા હતા.જયાંથી એક પછી એક મતદાન કરવા માટે ગયા હતા.બીજીબાજુ,ભાજપના ધારાસભ્યોએ બપોરે દોઢ વાગ્યા આસપાસ મતદાન પૂર્ણ કરી દીધું હતું,માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું મતદાન બાકી હોવાથી બપોરે પછી ભાજપના ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને દંડક પંકજ દેસાઇ દોડાદોડી કરી રહ્યા હતા. છેવટે અલ્પેશ ઠાકોર,ધવલસિંહ બપોરે ભાજપના દંડકની કાર્યાલયમાં આવ્યા પછી બે કલાક જેટલા સમય પછી તેમણે મતદાન કર્યુ હતુ.

મતદાન પછી અલ્પેશ ઠાકોર જલ્દીથી મિડીયા સમક્ષ આવ્યા હતા,પણ તાત્કાલિક તેને દંડક દેસાઇએ રોકયા અને થોડો સમય મતદાન મથકમાં રાખ્યા પછી છેવટે તેમને ઉપદંડકની કાર્યાલયમાં બેસાડી દીધા હતા.જયાં 15 મિનિટ જેટલો સમય રોકાયા પછી ઠાકોર મિડીયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કોંગ્રેસમાં માનસિક ત્રાસ પડતો હોવાથી રાજીનામું આપ્યું હોવાનું કારણ રજૂ કર્યુ હતુ.આ પછી તરત જ બંને ધારાસભ્યોને દંડક અધ્યક્ષની કાર્યાલયમાં લઇ ગયા હતા. જયાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસના ધારાસભ્યપદેથી ચૂટાયાનું રાજીનામું આપ્યું હતું.અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું ત્યારે તે સાથે જ કોંગ્રેસ તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની રજૂઆત અધ્યક્ષને કરી હતી અને તેમના મત રદ ગણવા તેવી અપીલ ચૂંટણી પંચમાં પણ કરી હતી. 

એ્નસીપીના પ્રદેશ અધ્યક્ષ બાપુના ઇશારે ભાજપને મત મળ્યા : પરેશ ધાનાણી
એનસીપીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાના ઇશારે એનસીપીના મત ભાજપને મળ્યા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ભાજપ સામેની સૈધ્ધાંતિક લડાઇમાં એનસીપીનો સહયોગ માગ્યો હતો.ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે મંત્રીપદ,સત્તાની લાલસા આપીને અમારા બે ધારાસભ્યોને તોડીને તેમની પર છ વર્ષનું સસ્પેન્શન આવે તેવું કૃત્ય કરાવ્યું છે. 

કોંગ્રેસ કોઇ કાર્યવાહી કરતી નથી,હકુભા મંત્રી બની ગયા છે : જીતુ વાઘાણી,પ્રદેશ અધ્યક્ષ,ભાજપ
કોંગ્રેસ કોઇ કાયદાકીય કાર્યવાહી કરતી નથી, માત્ર વાતો કરે છે, અગાઉ રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર હકુભા જાડેજા સામે પણ કોઇ કાર્યવાહી કરી નથી.કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વને કારણે કોંગ્રેસ છોડીના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે.

મંત્રી ફળદુએ મત ખોટો આપ્યાની વાત વચ્ચે કેન્દ્રીય મંત્રીને એક મત ઓછો મળ્યો
ભાજપે ખૂબ જ સાવચેતીપૂર્વક તાલીમ આપી મતદાન કરાવ્યું હતું. રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મત ખોટો આપ્યો હોવાની ચર્ચા છે. ભાજપના સૂત્રો ખાનગીમાં સ્વીકારે છે કે, ફળદુએ જ ખોટો મત આપ્યો હતો,પણ જાહેરમાં એવો દાવો કરે છે કે, ધવલસિંહ ઝાલાએ મત ખોટો આપ્યો છે. જયારે કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે, ધવલસિંહનો મત અમે જોયો હતો,તેમણે મત ખોટો આપ્યો નથી. અંતે કેન્દ્રીય મંત્રીને મળવા જોઇતા 105 મતને બદલે એક મત રદ થતા 104 મત મળ્યા હતા. જયારે જુગલ કિશોરને 105 મત મળ્યા હતા. કોંગ્રેસના બંને ઉમેદવાર ગૌરવ પંડયા અને ચંદ્રિકાબેન ચુડાસમાને સીત્તેર સીત્તેર મત મળ્યા હતા. 

રાજ્યસભામાં એનડીએના હવે 115 સભ્યો છતાં બહુમતીથી દૂર
રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. બહુમતી માટે એનડીએને 123 સભ્યો જોઈએ. શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પછી એનડીએનું સંખ્યાબળ 115નું થયું છે. તેને હજુ 6 સભ્યો ખૂટે છે. 2020 સુધીમાં એનડીએ બહુમતી મેળવે તેમ મનાય છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 7ની થઈ છે. જ્યારે કોંગ્રેસમાં 4 સભ્યો છે. 

મતદાન બાદ અલ્પેશ વિધાનસભાના ભાજપના દંડકને મળ્યો

કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે. તેઓ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં. જેનાથી રાજકારણ ગરમાયું હતું. જોકે આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકના તો બધા સાથે સબંધ હોય છે. જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે? 

ભાજપની જીત નિશ્ચિત છતાં કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા

ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતા. બન્ને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોવા છતાં કોંગ્રેસે  ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યાં હતા.

ભાજપને સંખ્યાબળ કરતા 4 મત કેમ વધુ મળ્યા

બે અલગ-અલગ બેલેટમાં યોજાયેલી આ ચૂંટણીમાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય પહેલેથી જ નિશ્ચિત હતો. જેમાં ભાજપને પોતાના સંખ્યાબળ કરતા 4 મત વધુ મળ્યા હતા. ભાજપને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર, એનસીપીના કાંધલ જાડેજા તથા બીટીપીના બન્ને ધારાસભ્યો સાથે કુલ પાંચ મત મળ્યા હતા. જો કે મંત્રી આર.સી.ફળદુનો મત ગેરલાયક ઠરતા 4 મત જ વધુ મળ્યા છે.

ભાજપ-કોંગ્રેસના મતનું ગણિત
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થયું હોવાથી બન્ને ઉમેદવારોને 100-100 મત મળવાનું નિશ્ચિત હતું. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 72 મત મળવાના હતા. પરંતુ ધવલસિંહ ઝાલા અને અલ્પેશે ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ઉમેદવારોને 70 મત જ મળ્યા હતા.

જીતવા માટે કેટલા મત જરૂરી હતા
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો