‘વાયુ’ની અસર / સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકામાં સૌથી વધુ નુકસાન થઈ શકે
  • દરિયામાં બે મીટર ઉંચા મોજા ઉછળશે

Divyabhaskar.com

Jun 12, 2019, 03:35 PM IST

અમદાવાદ: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ સવારથી જ સુરત, વડોદરા, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હાલમાં સુરતના ઓલપાડ, વલસાડના તીથલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ સૌરાષ્ટ્રના ઉના, દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર જણાતી નથી, માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી અને દાહોદમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

ઉત્તર-મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ
સૌરાષ્ટ્રમાં મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની કોઈ ખાસ અસર મળશે નહીં. માત્ર વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.

દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે
નિચાણવાળા કોસ્ટલ એરિયા જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 1.5થી 2 મીટર ઉંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે.

આ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થઈ શકે
હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ વાવાઝોડાં દરમિયાન સૌથી વધુ નુકસાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં થઈ શકે છે, જેનો સામનો કરવા તૈયારીઓ કરવામાં આવી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી