આઈ ફોરમેશન / 'વાયુ'ની લાલ આંખના આધારે વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાની મધ્યમાં જોવા મળતા શાંત ભાગને 'આઈ ફોરમેશન' કહેવાય છે
  •  'આઈ ફોરમેશન' સર્જાતાં જ નક્કી થઈ ગયું કે કલાકના 160 કિ.મી. સુધીનો પવન ફૂંકાશે

Divyabhaskar.com

Jun 12, 2019, 01:43 PM IST

અમદાવાદઃ આજે મધ્યરાત્રિએ વેરાવળ સહિત ગુજરાત અને ખાસકરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ વાવાઝોડાંની તીવ્રતા એટલી બધી હશે કે કલાકના 160 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠાને ધમરોળનારા આ વાયુ વાવાઝોડાની તીવ્રતા તેના ગર્ભમાં સર્જાયેલા 'આઈ ફોરમેશન' એટલે કે આંખ જેવી મધ્યરચના પરથી નિર્ધારિત થાય છે. એવું મનાય છે કે, કોઈ પણ વાવાઝોડાની ગંભીરતા અને ત્રાટકવાની ક્ષમતામાં આ 'આઈ ફોરમેશન'નો સૌથી મોટો ફાળો હોય છે. પરમ દિવસે એટલે કે 10 જૂનના રોજ અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે વાયુ વાવાઝોડામાં 'આઈ ફોરમેશન' સર્જાતા નક્કી થઈ ગયું હતું કે, આ વાવાઝોડું નિશ્ચિતપણે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે અને તેની તીવ્રતા પણ કલાકના 160 કિ.મી. સુધીની ઝડપે ફૂંકાતા પવનની રહેશે.

તીવ્ર વાવાઝોડાની મધ્યમાં શાંત રહેતો વાદળોનો ભાગ એટલે 'આઈ ફોરમેશન'
કોઈ પણ વાવાઝોડાની તીવ્રતા 'આઈ ફોરમેશન' આધારિત હોય છે. આઈ એટલે કોઈ પણ તીવ્ર ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાની મધ્યમાં જોવા મળતા શાંત હવામાનનો વિસ્તાર જ્યાં આંખ જેવી રચના થાય છે. વાવાઝોડાની આંખ એ ગોળ ફરતો વિસ્તાર હોય છે, જે સરેરાશ 30-65 કિ.મી. (20-40 માઈલ)નો પરિઘ ધરાવતો રહે છે. તેની ફરતે આઈવોલ એટલે કે આંખ જેવી રચના ધરાવતી ટાવરિંગ ગાજવીજની વીંટી જેવી ગોળ રચના હોય છે. આ જ એ વિસ્તાર છે જ્યાં સૌથી ખરાબ હવામાન અને સર્વોચ્ચ ગતિના પવનનું સર્જન થાય છે.

'આઈ ફોરમેશન'ને કારણે જ વાયુ વાવાઝોડામાં 160 કિ.મી.નો પવન ફૂંકાશે
ગુજરાતના પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાની વચ્ચે ત્રાટકનારા વાયુ વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 160 કિ.મી. સુધીની રહેશે. આટલી તેજ ગતિએ ફૂંકાનારા પવન માટે વાયુ વાવાઝોડામાં સર્જાયેલું 'આઈ ફોરમેશન' જ જવાબદાર હોવાનું હવામાન ખાતાના નિષ્ણાતોએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના 10 જિલ્લાના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં અસર થવાની છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે 3 લાખ જેટલા લોકોને દરિયાકાંઠેથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી