તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Uttarayan 2020:more Than 10 Incidents Of Thread Cut, Minor Girl young Man Fall From Terrace In Ahmedabad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ગળામાં દોરી વાગવાની 10 ઘટના, કિશોરી અને યુવાન ધાબેથી પટકાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારનગરમાં ધાબા પરથી પટકાયેલા ઉનમેશ દત્ત  અને વસ્ત્રાલમાં દોરીથી ઘાયલ થયેલો બાઈક ચાલક - Divya Bhaskar
સરદારનગરમાં ધાબા પરથી પટકાયેલા ઉનમેશ દત્ત અને વસ્ત્રાલમાં દોરીથી ઘાયલ થયેલો બાઈક ચાલક

અમદાવાદ: ઉત્તરાયણની ઉજવણી દરમિયાન શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. શહેરના સીટીએમ, કૃષ્ણનગર તેમજ અન્ય વિસ્તારોમાં દોરીને કારણે ગળામાં ઇજા થવાના 10 બનાવ બન્યા છે. વાડજમાં નેહા નામની 13 વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા. સરદારનગર વિસ્તારમાં 42 વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક 108 મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો