ગુજરાત / ઉત્તરાયણે બપોરે સૌથી વધુ લોકોને ઈજા, 200ને દોરી વાગી, બેના મોત, ગત વર્ષ કરતા ઈમરજન્સી કેસ 14 ટકા વધ્યા

uttarayan 2020: 108 received 1950 emergency calls, 113 thread cut, 1 died and many more seriously injured

  • ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 491 ઈમરજન્સી કેસ વધ્યા
  • અમદાવાદ બાદ સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ સુરત, દાહોદ, વડોદરા, રાજકોટમાં મળ્યા
  • 15 જાન્યુઆરીએ સાંજના 4 વાગ્યા સુધીમાં 2351 ઈમરજન્સી કોલ્સ મળ્યા

Divyabhaskar.com

Jan 15, 2020, 04:43 PM IST

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે પંતગ દોરીએ અનેકને ઘાયલ કર્યા છે, તેમજ બેના મોત થયા છે.ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સને 3,959 ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે ગત ઉત્તરાયણે 3,468 કોલ મળ્યા હતા. આમ 2019 કરતા ચાલુ વર્ષે ઈમરજન્સી કેસમાં 14 ટકાનો વધારો થયો છે અને 491 કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના 200 કેસ નોંધાયા છે. તેમાં પણ કુલ કેસના 57 ટકા કેસ એટલે કે 114 કેસ તો બપોરના એકથી પાંચ વાગ્યા વચ્ચે નોંધાયા છે. જ્યારે 15 જાન્યુઆરીએ સાંજના 4 વાગ્યા સુધીમાં 2351 ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. તેમજ દોરી વાગવાના 45 કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા ઇમરજન્સી કોલ આવ્યાં?

જિલ્લો ઇમર્જન્સી કોલ્સ
અમદાવાદ 728
સુરત 357
દાહોદ 200
વડોદરા 195
રાજકોટ 192
ભાવનગર 177
વલસાડ 147
કચ્છ 76
ભરૂચ 112
પંચમહાલ 112
જામનગર 115
ગાંધીનગર 103
જૂનાગઢ 97
આણંદ 96
અમરેલી 102
બનાસકાંઠા 84
નવસારી 86
મહેસાણા 76
મહિસાગર 85
નર્મદા 81
ખેડા 135
સાબરકાંઠા 80
છોટાઉદેપુર 87
તાપી 75
ગીર-સોમનાથ 61
પાટણ 50
સુરેન્દ્રનગર 51
બોટાદ 34
પોરબંદર 35
અરવલ્લી 34
ડાંગ 32
દેવભૂમિ દ્વારકા 31
મોરબી 34
કુલ 3959

વડોદરાઃ ટેરસ પરથી પટકાતા બેના મોત

વડોદરા શહેરના ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં રહેતા નાગેન્દ્ર જાંદાર(45) ઉત્તરાયના દિવસે મોડી સાંજે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવતા હતા. તે સમયે તેમના પગમાં દોરી વીંળટાઇ ગઇ હતી. જેથી તેઓ ધાબેથી પટકાયા હતા.

જ્યારે ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતો 16 વર્ષના કરણ રાઠોડનું સેલ્ફી લેવા જતા ટેરસ પરથી પટકાતા મોત નીપજ્યું હતું.

સુરતઃ આધેડનું ગળુ કપાયું, બાળકના ગળામાં દોરી ઘુસી
ચલથાણમાં રહેતા પપ્પુસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.4)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.

ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.67) નિર્મળ હોસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃધ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ કિશોરી ધાબા પરથી પટકાઈ, યુવાનને દોરી વાગતા પાંચ ટાકા આવ્યા
સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની 13 વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં 42 વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક 108 મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.

અમદાવાદઃ 12 વર્ષનો કિશોર ધાબા પરથી પટકાતા ઇજાગ્રસ્ત, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
શહેરના રખિયાલ વિસ્તારમાં 12 વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

X
uttarayan 2020: 108 received 1950 emergency calls, 113 thread cut, 1 died and many more seriously injured

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી