ગાંધીનગર / ઉન્નાવ દુષ્કર્મ કેસ, પીડિતાની કાર સાથે અકસ્માત કરનારા ડ્રાઈવર-ક્લિનરના આજે નાર્કો ટેસ્ટ નહીં થાય

સીબીઆઈના અધિકારીઓ સાથે આરોપી ક્લિનર અને ડ્રાઈવર
સીબીઆઈના અધિકારીઓ સાથે આરોપી ક્લિનર અને ડ્રાઈવર

 

  • ટ્રક ડ્રાઈવર આશિષ કુમાર પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસનના નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી
  • આવતીકાલે(14 ઓગસ્ટ) કોર્ટ મુદ્દત હોવાથી બન્ને આરોપીના નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી

Divyabhaskar.com

Aug 13, 2019, 10:50 PM IST

ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલા દુષ્કર્મ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માતના બે આરોપી એવા ટ્રક ડ્રાઈવર આશિષ કુમાર પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસનના આજે નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી. જો કે બન્નેના બ્રેઈન મેપિંગ અને ફિંગર પ્રિન્ટ ટેસ્ટ કરવામાં આવશે. આવતીકાલે(14 ઓગસ્ટ) કોર્ટ મુદ્દત હોવાથી બન્ને આરોપીના નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી. આ પહેલા ગઈકાલે(12 ઓગસ્ટ)સીબીઆઈ બન્ને આરોપીને ગાંધીનગર FSLમાં લાવી હતી. ત્યાર બાદ સાંજે 6 વાગ્યા સુધી આરોપીઓની પૂછપરછ કરી ગાંધીનગર સિવિલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને 7 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લખનૌ જેલમાં મોકલ્યા હતા.

પીડિતાની હાલત ગંભીર
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતાની હાલ દિલ્હી એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. પીડિતાની હાલત ગંભીર છે. તેની સાથે સાથે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી પીડિતાની સાથે તેના વકીલની હાલત પણ નાજુક છે.

દુષ્કર્મ મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેનગર પર આરોપ ઘડાયા
હાલ ઉન્નાવ દુષ્કર્મ કેસની સુનાવણી તીસ હજારી કોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે કોર્ટે ભાજપના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેનગર પર આરોપ ઘડવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, સેનગર સામે આરોપ ઘડવા માટે પુરતા પુરાવાઓ છે. કોર્ટે આરોપી ધારાસભ્ય સામે 120b, 363, 366, 109, 376(i) અને પોક્સો એક્ટ 3 અને 4 હેઠળ આરોપ ઘડ્યા છે.

X
સીબીઆઈના અધિકારીઓ સાથે આરોપી ક્લિનર અને ડ્રાઈવરસીબીઆઈના અધિકારીઓ સાથે આરોપી ક્લિનર અને ડ્રાઈવર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી