અસર / ઉંઝાના મસાલા પાકિસ્તાનમાં મોંઘા થશે, વાઘા બોર્ડર બંધ થતા પાકિસ્તાન વાયા દુબઈ-અફઘાનથી વેપાર કરશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • માર્કેટયાર્ડથી એક્સપોર્ટ થતા મસાલા હવે વાયા દુબઈ-અફઘાનિસ્તાનથી પાકિસ્તાનને મળશે
  • જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાના વેપાર પર અસર
  • ભારત-પાકિસ્તાન વચ્ચે જમીન માર્ગથી 138 વસ્તુઓનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ થાય છે

Divyabhaskar.com

Aug 14, 2019, 12:33 PM IST

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો છે. પાકે ભારત સાથેના રાજકીય સંબધો ઓછા કરવા ઉપરાંત દ્વિપક્ષીય વ્યાપાર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જોકે પાકિસ્તાનનો આ નિર્ણય સેલ્ફ ગોલ જેવો છે કારણ કે તેની સૌથી વધુ અસર તેના પોતાના નાગરિકો પર પડશે. પાકિસ્તાને ભારત સાથે વેપાર પર પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના લોકો ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરી દેતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે તે નિશ્ચિત છે. ત્યારે એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝાથી નિકાસ થતા ધાણાં-જીરું, વરિયાળી અને અન્ય મસાલા પણ પાકિસ્તાનમાં મોંઘા થઈ જશે.

ઊંઝાથી જતી વસ્તુઓએ મોંઘી પડશે
ગુજરાતમાંથી વર્ષે દાહડે રૂ.500 કરોડની કિંમતના ધાણાં, જીરું, હળદર, વરિયાળી, સુવો, અજમો જેવા મસાલા પાકિસ્તાનમાં નિકાસ થાય છે. ઈસબગુલનું નિકાસ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. ઊંઝા- સિદ્ધપુરના વેપારીઓ વર્ષોથી કરાચી પોર્ટ અને વાઘા બોર્ડરથી પાકિસ્તાનના આયાતકારો સાથે વેપાર કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તુર્કી-સિરિયાના જીરાનો ભાવ પ્રતિ ટને 3600 ડોલર છે. જેની સામે ઊંઝાના જીરાનો ભાવ 2400 ડોલર છે. પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યા પછી પણ ત્યાંના વેપારીઓ વાયા દુબઈ કે અફઘાનિસ્તાનથી ભારતનું જીરૂ આયાત કરે તો પણ તુર્કી-સીરિયા કરતા ઓછી પડતર રહેશે.

જો અન્ય દેશોથી આયાત કરે તો પણ પાકિસ્તાનને મોંઘુ પડશે
આ પ્રતિબંધથી પાકિસ્તાન સ્થિત આયાતકારોને વાયા દુબઈ, અફઘાનિસ્તાનના પોર્ટથી વેપાર કરવો પડશે. જેના કારણે ડયૂટી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા પણ છેવટે પાકિસ્તાન ઉપર મોંઘવારી વધશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 138 વસ્તુઓની આયાત-નિકાસ
આંકડા મુજબ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જમીન માર્ગથી 138 વસ્તુઓનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ થાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર વાધા બોર્ડર પરથી ભારત-પાકિસ્તાનની વચ્ચે રોજ 50-60 ટ્રકો દ્વારા સામાનની અવર-જવર થાય છે. જોકે ભારતમાંથી પાકિસ્તાનમાં ખાંડ, ચા, ઓઈલ, કેક, પેટ્રોલિયમ ઓઈલ, કાચો કપાસ, સુતરઉ દોરો, ટાયર, રબ્બર, ડાઈ, રસાયણ સહિત 14 વસ્તુઓ મુખ્ય રૂપથી મોકલવામાં આવે છે. તેની સામે ભારત પાકિસ્તાનમાંથી કુલ 19 મુખ્ય ઉત્પાદોની આયાત કરે છે. જેમાં તાજા ફળો, સિમેન્ટ, મોટા પાયે ખનીજ, તૈયાર ચામડું, અકાર્બનિક રસાયણ, કાચો કપાસ, મસાલા, ઉન, રબ્બરની વસ્તુઓ, મેડિકલ ઉપકરણ, સમુદ્રી સામાન, પ્લાસ્ટિક અને રમતનો સામાન છે. જો ભારતે પાકિસ્તાન સાથે સંપૂર્ણ રીતે વ્યાપાર બંધ કરશે તો તેની આર્થિક સ્થિતિ બગડશે. કારણ કે પાકિસ્તાન તાજા ફળો અને સિમેન્ટ સૌથી વધુ ભારતને એક્સપોર્ટ કરે છે.

પાકિસ્તાનમાં મોંઘવારી વધશે
પાકિસ્તાન તરફથી દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ લગાડવાના નિર્ણયથી ભારતને આર્થિક રીતે થોડું નુકસાન થઈ શકે છે. જોકે તેની વધુ અસર પાકિસ્તાન પર પડશે. વર્લ્ડ બેન્કનું કહેવું છે કે જો બંને દેશોની વચ્ચેનો તણાવ ખત્મ થઈ જાય તો દ્વિપક્ષીય વ્યાપાર 2 બિલિયન ડોલરથી 35 બિલિયન ડોલર સુધી વધી શકે છે. ગત વર્ષે વર્લ્ડ બેન્ક તરફથી કરવામાં આવેલા સ્ટડી મુજબ એ ગ્લાસ હાફ ફુલ, ધ પ્રોમિસ ઓફ રિજનલ ટ્રેડ ઈને સાઉથ એશિયાની રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સીમા પર ફળો અને શાકભાજીઓની અવર-જવર પર પ્રતિબંધથી ભારતીય ખેડૂતોને તેમના ઉત્પાદો સસ્તામાં વેચવા પડે છે, જયારે પાકિસ્તાનમાં માલ ન પહોંચવા પર અહી ચીજ ખૂબ જ મોંઘી થઈ જાય છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી