અમદાવાદ / રવિશંકર પ્રસાદ ગુજરાતની મુલાકાતે, કહ્યું- 2 ઓક્ટોબરથી ઇન્કમટેક્સ માટે સીધી નોટિસ નહિ આવે

Union Minister Ravi Shankar Prasad visits Gujarat, details of Modi government's 100-day work

  • કાશ્મીર મુદ્દે સરદાર સાચા હતા અને નેહરુ ખોટા: પ્રસાદ
  • જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય સાહસિક
  • 2 ઓક્ટોબરથી ઇન્કમટેક્સ માટે સીધી નોટિસ નહિં આવે
  • દેશમાં 1203 અને ગુજરાતમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે

Divyabhaskar.com

Sep 12, 2019, 02:57 AM IST

અમદાવાદ: કેન્દ્રમાં મોદી સરકારના 100 દિવસના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યોની સવિશેષ માહિતી આપવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. વસ્ત્રાપુર AMAમાં પ્રેસ કોનફરન્સ દરમિયાન તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય સાહસિક છે, આ માટે હું વડાપ્રધાન અને ગૃહમંત્રીનાં સાહસને બિરદાવુ છું. તેમણે જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરથી ઈન્કમટેક્ષ માટે સીધી નોટિસ પણ નહિં આવે.

2 ઓક્ટોબરથી ઈન્કમટેક્ષ માટે સીધી નોટિસ નહિં આવે
દેશના અર્થતંત્ર પર રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર મજબૂત છે. આજે વિશ્વનું સૌથી મોટું 6 નંબરનું અર્થતંત્ર ભારત છે. અમે 10 બેંકોને મર્જ કરી છે. આજે લોકો ઈન્કમટેક્ષ ભરી રહ્યાં છે, GSTનું કલેક્શન પણ વધ્યું છે. અમે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. એક ત્રિમાસિક ગાળાનો વિકાસ દર 5 ટકા આવ્યો છે. મોંઘવારી 3.1 ટકા છે, ફિસકલ ડેફીસીટ 3.4 ટકા છે. બંને નિયંત્રણ હેઠળ છે અને વિદેશી રોકાણ પણ 28 ટકા વધ્યું છે. આગળ વધુ સુધારો જોવા મળશે અને એના માટે કામ પણ ચાલી રહ્યું છે. દેશમાં ટેક્સ કલેક્શન ખૂબ મોટી વાત છે. વર્ષ 2014માં 3.82 કરોડ લોકો જ ટેક્સ ભરતા હતા હવે 2017-18 6.8 કરોડ લોકો ટેક્સ ભરે છે. 2 ઓક્ટોબરથી ઇન્કમટેક્સ માટે સીધી નોટિસ નહિ આવે. દેશમાં ચાલુ વર્ષે લોકોએ 10.9 લાખ કરોડનો ટેક્સ ભર્યો છે. જીએસટી કલેક્શન ઓગષ્ટમાં 98202 કરોડ હતો.

દેશમાં 1203 અને ગુજરાતમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 1203 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે જેમાં ગુજરાતમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ બનશે. બાળકો સામેના ગુના અને બળાત્કારના કેસોમાં ઝડપી નિકાલ માટે આ કોર્ટ કામ કરશે. મંગળયાનથી ચંદ્રયાનએ ભારતની અવકાશમાં મોટી સફળતા છે. તે દિવસે આખો દેશ જાગ્યો હતો. પીએમએ જે રીતે ઇસરોના વડાને ગળે લગાવ્યાએ ખૂબ મોટી વાત છે. રેલવે વિભગ માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. દેશમાં અમે ભ્રષ્ટાચારના સામે લડી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. આયુષમાન ભારત યોજના અંતર્ગચ 5 લાખ રૂપિયા આપી રહ્યા છે.

કાશ્મીરમાં માછીમારોને અનામતથી વંચિત રાખ્યા
રવિશંકર પ્રસાદે કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા અંગે જણાવ્યું હતું કે, 370 હટાવવાનો મોદી સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. કાશ્મીરમાં પહેલા લૂંટ કરો તો કોઈ પુછવાવાળું નહોતું. અભ્યાસ હોય કે લગ્ન તેના માટે કોઈ કાયદા જ ન હતા. કાશ્મીરમાં સૌથી વધારે સફાઈકર્મચારીઓ છે, જેમણે હજુ સુધી કાશ્મીરનું નાગરિકત્વ નથી મળ્યું. કાશ્મીરમાં મોટી સંખ્યામાં માછીમારો છે જેમણે અત્યાર સુધી અનામતથી વંચિત રાખવામાં આવ્યા હતા. કાશ્મીરમાંથી 370 નાબૂદ થવાના નિર્ણયને સમગ્ર વિશ્વે આવકાર્યો છે. જ્યારે આ નિર્ણય આવ્યો હતો ત્યારે ઓર્ડર ઓફ જાયઝ દુબઇનો સર્વોચ્ચ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આઝાદી પછી આતંકવાદીઓ માટે કડક કાયદા બન્યા ન હતા પરંતુ અમે આતંકવાદી સામે કડક કાર્યવાહી કરી છે. 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં અત્યાર સુધી ગોળીબાર નથી થયો. 29 હજાર યુવાનો ભારતીય આર્મીમાં જોડાવવા માટે આગળ વધી રહ્યા છે. ઉપરાંત હોસ્પિટલ શાળાઓ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવામાં આવી રહ્યાં છે.

2022 સુધીમાં આખા દેશમાં બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાશે
સપ્ટેમ્બર 2017- જૂન 2019 સુધીમાં 2.94 કરોડ લોકોને રોજગારી મળી છે. જ્યારે એપ્રિલ-મે 2019માં EPFOના ડેટા પ્રમાણે 20 લાખ નવા ખાતા ખુલ્યા છે. 9 કરોડ લોકોને મુદ્રા લોન આપી છે જેમાં નવા રોજગાર મળ્યા છે. આઇટી સેક્ટરમાં આજે 40 લાખ લોકો કામ કરી રહ્યા છે. 2014માં ભારતમાં ફક્ત 2 મોબાઈલ ઉત્પાદક કંપનીઓ હતી હવે 268 કંપનીઓ છે. મોબાઇલ કંપનીઓ ભારતમાં આવવાને કારણે દેશમાં 6 લાખ લોકોને રોજગાર મળી છે. 2022 સુધીમાં સમગ્ર દેશમાં બ્રોડબેન્ડ ઉપલબ્ધ થશે.

દેશમાં આતંકવાદ કરતા વધુ મોત રોડ અકસ્માતમાં થાય છે
નવા મોટર વહિકલ એકટ પર ગડકરીએ પેહલા જ કીધું છે કે લાગુ કરવું કે ના કરવું એ રાજ્યો પર નિર્ભર છે. આ નિયમનો ફાયદો ખૂબ થઈ રહ્યો છે. દેશમાં આતંકવાદથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છે. કેન્દ્ર સરકારની કામગીરીની માહિતી આપતા રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે ત્રણ તલાક બિલ નાબૂદ કર્યું છે. પોસ્કો એક્ટને પારિત કરવામાં આવ્યું જેમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ હાઈવે અને ગ્રામીણ ક્ષેત્રે રોડ બની રહ્યાં છે. પોસ્ટલ વિભાગમાં પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં 1 કરોડ થઈ ગયા છે. બેટી બચાવો અને બેટી પઢાઓની દિશામાં આગળ વધી રહ્યાં છે. જળશક્તિ વિભાગ પણ શરૂ કર્યો છે. આમ દેશ બદલાઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે.

કાશ્મીર મુદ્દે સરદાર સાચા હતા અને નેહરુ ખોટા: પ્રસાદ
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે અમદાવાદ મુલાકાત દરમિયાન કહ્યું કે આજે એ સાબિત થઇ ગયું છે કે કાશ્મીર મુદ્દે સરદાર પટેલ સાચા હતા અને નેહરુ ખોટા હતા. એનડીએ-2 ના 100 દિવસની પૂર્ણાહૂતિની ઉજવણી સંદર્ભે અમદાવાદના પ્રવાસે હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાની સિદ્ધિ અંગે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવી એ ખૂબ કપરું કાર્ય હતું પણ હજુ સુધી કોંગ્રેસ એ જણાવી શકી નથી કે 370ની કલમનો કાશ્મીરીઓને ફાયદો શું થયો. તેમના લોકોમાં જ આ મુદ્દે અસમંજસ છે. કાશ્મીરમાં 370ની કલમને કારણે ઘણાં કલ્યાણકારી કાયદાઓનું ત્યાં પાલન થતું ન હતું. એટલે આજે સમજાય છે કે કાશ્મીર મુદ્દે સરદાર પટેલનો મત સાચો હતો અને નેહરુ ખોટા હતા.

સરકારી જમીન પર કબ્જો કર્યો છે તે જમીન જ પાછી લેવાશે
મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી 29,000 કાશ્મીરી યુવકોએ સૈન્યમાં જોડાવવા માટે નોંધણી કરાવી છે. સરકાર એક પણ કાશ્મીરીની વ્યક્તિગત જમીન લેવાની નથી પરંતુ સરકારી જમીન પર જ વિકાસ કરશે. રેકોર્ડ તપાસીને જમીનોની માલિકીનો સરવે કરાશે અને જેમણે સરકારી જમીન પર કબ્જો કર્યો છે તે જમીન જ પાછી લેવાશે.

દેશના અર્થતંત્ર પર બોલતાં પ્રસાદે કહ્યું કે હાલ જીડીપીનો વિકાસદર રાષ્ટ્રમાં મંદ પડ્યો છે અને તે 5 ટકાએ છે પરંતુ ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત છે અને એટલે જ ભવિષ્યમાં સ્થિતિ સુધરશે. આ માટે સરકારે કેટલાક સુધારા કર્યાં છે અને કરી રહી છે એટલે ધીરજ રાખશો તો તેના પરિણામ પણ જોવા મળશે. નાણા મંત્રી નિર્મલા સિતારમણના ઓટો સેક્ટરમાં આવેલી મંદીને લઇને થયેલાં નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય કાયદા મંત્રીએ કહ્યું કે તે કિસ્સામાં અર્થઘટન ખોટું થયું છે, તેમના નિવેદનનો અર્થ એ નથી કે સરકારને ઓટો સેક્ટરની ચિંતા નથી.

X
Union Minister Ravi Shankar Prasad visits Gujarat, details of Modi government's 100-day work
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી