ગુજરાત / કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 22 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ અમદાવાદમાં ઉજવશે

અમિત શાહની ફાઇલ તસવીર
અમિત શાહની ફાઇલ તસવીર

  • અમદાવાદમાં ગોતા પાસે જાહેરસભા, રક્તદાન શિબિરનું આયોજન
  • 10 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ અપાશે
  • ADC બેન્ક દ્વારા 200મી બ્રાન્ચ ખોલવામાં આવશે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:12 AM IST

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરે ગુજરાતમાં પોતાનો 55મો જન્મદિવસ ઊજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શિશ ઝૂકાવશે. ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.ગોતામાં તેમના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો તથા જાહેરસભાનું આયોજન કરાયું છે. આ દિવસે જ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટાપાયે રક્ત એકત્રિત કરાશે.
વિધવા, વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ કરાશે
આ ઉપરાંત 10 હજાર કરતાં વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવાનો એક સમારોહ પણ આ સ્થળે યોજાશે. લાભાર્થીઓને મા અમૃતમ, વિધવા તથા વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ પણ કરાશે. આ જ દિવસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 200મી શાખાનું ઉદ્ઘાટન પણ અમિત શાહ અહીં કરશે. સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન હેઠળ વિવિધ પરિવારોને સ્વાશ્રયી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી કાપડની થેલીઓનું પણ વિતરણ અહીં કરવામાં આવશે.

X
અમિત શાહની ફાઇલ તસવીરઅમિત શાહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી