ટ્વીટ / દુષ્કર્મની ઘટનાઓમાં પોલીસના અભિગમથી નારાજ: IAS અનિલ પ્રથમ

IAS અનિલ પ્રથમની ફાઇલ તસવીર
IAS અનિલ પ્રથમની ફાઇલ તસવીર

Divyabhaskar.com

Dec 03, 2019, 05:11 AM IST
અમદાવાદ: દેશભરમાં બળાત્કારની ઘટનાઓ વચ્ચે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અનિલ પ્રથમે મહિલાઓની સલામતીના મુદ્દા પર પોલીસના અભિગમ અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના મહિલા સેલમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) તરીકે ફરજ બજાવતા 1989 બેચના અધિકારી પ્રથમે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી ગુનાઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
મને લાગે છે કે મહિલાઓની સલામતીને અગ્રતા અપાતી નથી: અનિલ પ્રથમ
રવિવારે અનિલ પ્રથમે ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘મેં સવારે ત્રણ અખબારો વાંચ્યાં. રાજ્યમાં 48 કલાકમાં ત્રણ બળાત્કાર નોંધાયા છે. હું સ્ત્રી સશક્તીકરણના મુદ્દે (પોલીસના) અભિગમ અંગે નારાજગી વ્યક્ત કરું છું.’ તેમણે કહ્યું કે, ‘હું 2012ની નિર્ભયા ઘટના વખતે પણ આ પદ પર (એડીજીપી-મહિલા સેલ) હતો. મેં સોશિયલ મીડિયા પર મારા અંગત મંતવ્યો શેર કર્યા હતા, કારણ કે મને લાગે છે કે મહિલાઓની સલામતીને અગ્રતા અપાતી નથી.’
X
IAS અનિલ પ્રથમની ફાઇલ તસવીરIAS અનિલ પ્રથમની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી