અમદાવાદ / ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીના દર્દીને ખોટી દવા આપનારા બે ડોક્ટરને નોટિસ

શિવમ હોસ્પિટલ, ગોમતીપુરની ફાઇલ તસવીર
શિવમ હોસ્પિટલ, ગોમતીપુરની ફાઇલ તસવીર
ચૌધરી હોસ્પિટલ, સૈજપુરની ફાઇલ તસવીર
ચૌધરી હોસ્પિટલ, સૈજપુરની ફાઇલ તસવીર

  • ડોક્ટર યોગ્ય ખુલાસો નહીં કરે તો આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે

Divyabhaskar.com

Aug 14, 2019, 02:02 AM IST

અમદાવાદ: શહેરમાં ટીબીના દર્દીઓને યોગ્ય દવા નહીં આપવાના કેસમાં મ્યુનિ. આરોગ્ય વિભાગે બે તબીબોને નોટિસ ફટકારી છે. તેમજ જો તેઓ યોગ્ય જવાબ નહીં રજૂ કરે તો તેમની સામે ગંભીર પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.

ડોક્ટર યોગ્ય ખુલાસો નહીં કરે તો આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે
ખાનગી તબીબો દ્વારા થતી ટીબીની સારવારમાં દર્દીઓના સ્પટમ (ગળફા)ના પરીક્ષણના ડેટા મ્યુનિ. આરોગ્ય વિભાગ પાસે હોય છે. ખાસ કરીને જે દર્દીઓને પ્રથમ કક્ષાની દવાથી ટીબી મટી શકે તેમ ન હોય તેવા દર્દીને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ દર્દી તરીકે ઓળખવામાં આવે છે. તેમના સ્પટમની યોગ્ય તપાસ બાદ તેના વિષાણુ કયા ડ્રગ્સથી કંટ્રોલ થઇ શકે છે તે સ્પષ્ટ થાય છે. આવા દર્દીને પ્રથમ ગાઇડ લાઇન પ્રમાણેની દવાને બદલે વિશેષ દવા આપવામાં આવે છે. જોકે આવા કેટલાક દર્દીઓને વિશેષ દવાને બદલે પ્રથમ ગાઇડ લાઇન પ્રમાણેની દવા આપનાર બે તબીબો સામે મ્યુનિ.એ નોટિસ પાઠવી છે.

આ બે ડોક્ટરને નોટિસ અપાઇ

  1. ડો. અશ્વિન ગઢવી, શિવમ હોસ્પિટલ, ગોમતીપુર
  2. ડો. મુકેશ ચૌધરી, ચૌધરી હોસ્પિટલ, જનતા ચેમ્બર, સૈજપુર

બાયોમેડિકલ વેસ્ટ ડોર ટુ ડમ્પના વાહનમાં નાખી દેનારા ડોક્ટરને 25 હજારનો દંડ
ઇસનપુર ગોવિંદવાડીમાં આવેલી સ્વપ્નિલ હેલ્થ કેર હોસ્પિટલના સંચાલક હીરેન પંડ્યાએ બાયોમેડિકલ વેસ્ટનો મ્યુનિ.ની ડોર ટુ ડમ્પ વાહનમાં નિકાલ કર્યો હતો. 2 ઓગસ્ટે ડે. કમિશનરના રાઉન્ડ દરમિયાન આ બાબત પકડાતા ડોક્ટર પાસેથી 25 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

X
શિવમ હોસ્પિટલ, ગોમતીપુરની ફાઇલ તસવીરશિવમ હોસ્પિટલ, ગોમતીપુરની ફાઇલ તસવીર
ચૌધરી હોસ્પિટલ, સૈજપુરની ફાઇલ તસવીરચૌધરી હોસ્પિટલ, સૈજપુરની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી