અમદાવાદ / અરબી સમુદ્રમાં બે લો-પ્રેશર સક્રિય થતાં વાતાવરણમાં ઠંડક, હળવા વરસાદની શક્યતા

Two low-pressure active in the Arabian Sea
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • શહેરનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું
  • 8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી

Divyabhaskar.com

Dec 03, 2019, 11:44 AM IST
અમદાવાદ: અમદાવાદનાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં સોમવારે કોઇ ખાસ ઘટાડો થયો નથી, તેમ છતાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.
સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. તાપમાન 30.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 8.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને 34.0 ડિગ્રી સાથે વેરાવળ સૌથી ગરમ શહેર બન્યું હતું.
4-5 ડિસે. સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે
અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે, હાલમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. થયો છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ થઈ શકે છે.-ડો. જયંત સરકાર, ડાયરેકટર, હવામાન વિભાગ, અમદાવાદ
X
Two low-pressure active in the Arabian Sea
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી