ઉત્તરાયણ / અમદાવાદમાં એક યુવક અને એક વૃદ્ધના ગળા પર પતંગની દોરી વાગતા ઘાયલ

પતંગની દોરી વાગતા યુવક અને વૃદ્ધ ઘાયલ.
પતંગની દોરી વાગતા યુવક અને વૃદ્ધ ઘાયલ.

  • અમદાવાદના ઘાટલોડિયા અને સુભાષબ્રિજ વિસ્તારમાં દોરી વાગવાના બનાવ બન્યા

Divyabhaskar.com

Jan 13, 2020, 10:34 PM IST
અમદાવાદ: ઉત્તરાયણના તહેવારમાં દોરી વાગવાના કારણે અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત થતા હોય છે. આજે સાંજે શહેરના ઘાટલોડિયા અને સુભાષબ્રિજ વિસ્તારમાં દોરી વાગવાના કારણે એક વૃદ્ધ અને યુવક ઘાયલ થયા હતા. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખાસ કરીને ઉત્તરાયણના આગળના અને ઉત્તરાયણના બે દિવસ દરમ્યાન વધુ બનાવ બને છે. આજે સાંજે 6.30 વાગ્યાની આસપાસ ઘાટલોડિયા વિસ્તારમાંથી ગોરધનભાઇ ભાવસાર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ગળામાં દોરી વાગી હતી. તેમજ મહેન્દ્ર રાજપૂત નામનો યુવક સુભાષબ્રિજ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી વાગી હતી. બંને કેસમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
X
પતંગની દોરી વાગતા યુવક અને વૃદ્ધ ઘાયલ.પતંગની દોરી વાગતા યુવક અને વૃદ્ધ ઘાયલ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી