તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વટવા વેપારી હત્યા કેસમાં બેની ધરપકડ, મુખ્ય આરોપી 20 ગુનામાં વોન્ટેડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્ય આરોપી અને શૂટરની ઉત્તર પ્રદેશ પોલીસે કરી ધરપકડ
  • હજુ બે આરોપીની ધરપકડ બાકી

અમદાવાદ: વટવા મહાલક્ષ્મી તળાવ પાસે વેપારીની કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. હત્યાનો મુખ્ય આરોપી અને શૂટરની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી 20 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હજુ બે આરોપીની ધરપકડ બાકી છે.

પકડાયેલા આરોપી
1. નંદકિશોર ઉર્ફે નંદુ રાજારામ શર્મા
2. દયાલસિંગ મનોહરસિંગ રાજપૂત

લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી
વટવા મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસિડેન્સી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી છે. મહાલક્ષ્મી કરિયાણાની દુકાનના માલિક દિનેશ ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. રાતે 11 વાગ્યે દિનેશની હત્યા થઈ હતી. પત્નીએ દુકાનમાં જઇને જોયું તો દિનેશની લાશ પડી હતી. જેને લઇને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અજાણ્યા શખ્સોએ દિનેશને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી અથવા ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...