અમદાવાદ / SPG અને 30 સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સિક્યુરિટી ચકાસણી કરશે, સમગ્ર માહિતી વ્હાઈટ હાઉસને મોકલશે

સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

Divyabhaskar.com

Feb 14, 2020, 10:07 PM IST

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતને લઇને પોલીસ તંત્રએ મોટાભાગની તૈયારીઓ કરી લીધી છે. ટ્રમ્પની સિક્યુરિટીને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસના 30 એજન્ટોની ટીમ તેમજ SPGની એક ટીમ સોમવારે અમદાવાદ આવી પહોંચશે. એરપોર્ટથી લઇને ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમની સમગ્ર સિક્યુરિટી બાબતે SPG, રાજ્ય પોલીસવડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ, ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેશે. આજે અમેરિકન એમ્બેસી અને મંત્રાલયના ડેલિગેશન સમગ્ર કાર્યક્રમની માહિતી મેળવી વ્હાઇટ હાઉસમાં મોકલશે. ત્યારબાદ તેમની ટીમ અમદાવાદ અને દિલ્હી આવશે.

સિક્રેટ એજન્ટ્સ જે નિર્ણય લેશે તે મુજબ સુરક્ષા ગોઠવાશે
ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સિક્યુરીટીને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસના 30 એજન્ટો SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસે સૂચવેલા ત્રણ સંભવિત રૂટ તેઓને બતાવવામાં આવશે. સમગ્ર રૂટ પર કેવો છે અને કેટલી અને કેવી સિક્યુરિટી રખાશે તેની માહિતી આપવામાં આવશે. રૂટ ઉપરાંત તેઓ ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. સૌથી મોટો અને જાહેર કાર્યક્રમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં હોય તેમાં કેવી સિક્યુરિટી હશે તેનું સમગ્ર નિરીક્ષણ અમેરિકન સિક્રેટ સર્વિસના આ એજન્ટ્સ કરશે. આ એજન્ટ્સ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે રૂટ અને સિક્યુરિટીની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે તે મુજબ અમદાવાદ પોલીસ આખા કાર્યક્રમની સિક્યુરિટી ગોઠવશે.

ટ્રમ્પ સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

X
સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પસિક્રેટ સર્વિસ એજન્ટ્સ સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી