તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Trump Visit Ahmedabad, All Responsibility On ACS Pankaj Kumar, Will Handle 18 IAS 3 IPS Responsibilities

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, તમામ જવાબદારી ACS પંકજ કુમારને, 18 IAS-ત્રણ IPS જવાબદારી સંભાળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ACS પંકજ કુમાર ટ્રમ્પની અમદાવાદ તમામ જવાબદારી સંભાળી રહ્યા છે
  • મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી સોંપાઈ
  • AMC કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે તે અને એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આપી

અમદાવાદઃ રાજ્ય સરકારે 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓને પગલે રાજ્ય સરકારે 18 IAS અને ત્રણ IPS અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણી મદદરૂપ બનશે. જ્યારે રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાનાથી તેની તથા એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આપી છે. 

કયા અધિકારીને કઈ જવાબદારી

- એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર- પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશનર આશિષ - ભાટિયા
- એરપોર્ટ પર સાંસ્કૃતિક સ્વાગત-સી.વી.સોમ(IAS)
- સાબરમતી આશ્રમ મુલાકાત- મમતા વર્મા તથા કલેક્ટર કે.કે.નિરાલા(IAS)
- સ્ટેડિયમનો સાંસ્કૃતિક કાર્યક્રમ-જીસીએ(ગુજરાત ક્રિકેટ એસોસિયેશન) સંભાળશે
- સ્ટેડિયમમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકલન-જીસીએ અને ઈન્ડેકસ્ટ બી.
- ગ્રાઉન્ડ પર સુવિધા હરિત શુકલા(IAS), રાહુલ ગુપ્તા(IAS) અને ઈન્ડેક્સ્ટ બી.
- સ્ટેડિયમ પર કન્ટ્રોલ રૂમ, લોજિસ્ટિક્સ-ધનંજય દ્વીવેદી(IAS)
- સ્ટેડિયમ પર સ્ટેજ સંકલન-હરિત શુકલા-જીસીએ
- પાર્કિંગથી સ્ટેડિયમ સુધી વ્યવસ્થા-રાકેશ શંકર(IAS)
- મીડિયા સંકલન- અશ્વિની કુમાર(IAS)
- સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા રાજ્ય પોલીસ વડા(IPS) અને પોલીસ કમિશનર(IPS)
- એરપોર્ટ મંજૂરી-સંકલન લોચન સહેરા(IAS), કેપ્ટન અજય ચૌહાણ(IAS)
- ટ્રાન્સપોર્ટેશન-એસ.જે હૈદર(IAS)
- સ્ટેડિયમ પર પાર્કિંગ ફાળવણી-સંદીપ વસાવા, વિજય નેહરા(IAS), તથા અજય તોમર(IPS)
- સ્ટેડિયમ પર પાર્કિંગની જવાબદારી-રાજેશ માન્જુ(IAS) અને શહેર પોલીસ
- આરોગ્ય સેવા-જયંતિ રવિ(IAS), જય પ્રકાશ શિવહરે(IAS) અને જીસીએ 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો