‘વાયુ’ સાયકલોન / વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ તરફની ફ્લાઈટો અને ટ્રેનો રદ, સ્થળાંતર માટે ખાસ ટ્રેન સુવિધા ઉભી કરાઈ

trains and flights canceled in saurashtra due to vaayu cyclone

  • સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોને અમદાવાદ-મુંબઇ ડાયવર્ટ કરાઈ
  • 12 અને 13 જૂન સુધી આટલી ટ્રેનોને રદ કરવામાં આવી
  • પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને આવતીકાલ માટે કેન્સલ

Divyabhaskar.com

Jun 12, 2019, 03:27 PM IST

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે હવાઈ અને રેલ માર્ગને અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ કરી દેવામાં આવે છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને આવતીકાલ માટે કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.


12 અને 13 જૂન સુધી આટલી ટ્રેનોને રદ કરવામાં આવી
વાવાઝોડાની તીવ્રતાને જોઇને સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 9 જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ટ્રેન મુસાફરો માટે વિવિધ સલામતી અને સલામતીની સાવચેતી પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ તરફની તમામ પેસેન્જર અને મેઈલ / એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોમાં....

1) 52933 વેરાવળ-અમરેલી
2) 52949 વેરાવળ-દેલવાડા
3) 52930 અમરેલી-વેરાવળ
4) 52951 દેલવાડા-જૂનાગઢ જ.
5) 52956 જૂનાગઢ- દેલવાડા
6) 52955 અમરેલી-જૂનાગઢ
7) 52952 જૂનાગઢ-દેલવાડા
8) 52946 અમરેલી-વેરાવળ
9) 52929 વેરાવળ-અમરેલી
10) 52950 દેલવાડા-વેરાવળ

6થી 10 કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરાઈ
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 6થી 10 કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને એક સલામત સ્થાન પર રાખવામાં આવશે. જે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

સામગ્રી અને રાહતકર્મીઓ માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા
ગાંધીધાણ, ભાવનગર પારા, પોરબંદર, વેરાવળ, ઓખામાં એક ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ઉપયોગ જેસીબી, ટ્રેક્ટર, વોટર ટાંકીઓ જેવી જરૂરી મશીનરી, રાહતકર્મીઓ અને અન્ય સામગ્રી પહોંચડાવા માટે કરવામાં આવશે, જે અંગેની સૂચના રેલવે અધિકારીઓને આપી દેવામાં આવી છે. જેથી વાવાઝોડા દરમિયાન જરૂરી સહાય ત્વરિત ધોરણે પૂરી પાડી શકાય.

X
trains and flights canceled in saurashtra due to vaayu cyclone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી