ટ્રાફિક નિયમ / Face Recognition systemના ટેસ્ટિંગના કારણે હેલ્મેટ વગર કે સીટ બેલ્ટ ન બાંધનાર વાહન ચાલકને ઈ-મેમો નહીં આવે

traffic police Ready to hit e-memo now with face recognition system
traffic police Ready to hit e-memo now with face recognition system

  • face recognition systemથી હવે ઇ-મેમો ફટકારવાની તૈયારી
  • દિવસભરમાં વાહન ચાલકને નિયમ ભંગ કરવા પર એક ઇ-મેમો ફટકારાશે

Divyabhaskar.com

Nov 08, 2019, 05:49 PM IST

અમદાવાદ: રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોનો અમલીકરણ શરૂ થઇ ગયું છે. રસ્તા પર જો વાહન ચાલક હેલ્મેટ પહેર્યા વગર અથવા સિટ બેલ્ટ બાંધ્યા વગર નીકળે તો ટ્રાફિક પોલીસ તેમને દંડ ફટકારી રહી છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇપણ વાહન ચાલકને હેલ્મેટ વગર તેમજ સીટ બેલ્ટ બાંધ્યા વગર નિકળે તો તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો નથી. પોલીસ દ્વારા હાલમાં માત્ર રેટ વાયોલેશન એટલે કે, સિગ્નલ ભંગના જ ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે. ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા નિયમો લાગૂ થઇ ગયા છે પરંતુ face recognition system દ્વારા ઇ-મેમો ફટકારવાની ટ્રાયલ ચાલી રહી છે જેના કારણે હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકને ઇ-મેમો આપવામાં આવી રહ્યા નથી.

શું છે face recognition system?
ફેસ રિક્ગનિશન સિસ્ટમ એટલે ચાર રસ્તા પર જ્યારે કોઇપણ વાહન ચાલક ઉભા હશે ત્યારે જે પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે, તેની તમામ માહિતી પાછળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે એટલે કે જેટલા પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે, તેને કેમેરા ઓટોમેટિક જ તેને કેપ્ચર કરી લેશે અને તેનો ઇ-મેમો ઓટોમેટિક જનરેટ થઇ જશે.

ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તા પર નિયમ ભંગ કરતા વાહન ચાલકોને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કેમેરા દ્વારા મેન્યુઅલી વાહન ચાલકનો નંબર ઝૂમ કરી અને તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો હતો. પરંતુ ઘણી વખત વાહન ચાલકોની ફરિયાદ હતી કે, મારો એકલાનો જ ઇ-મેમો જનરેટ કરવામાં આવે છે, બાજુમાં પણ અન્ય વાહન ચાલકે નિયમ ભંગ કર્યો છે તો પણ તેને મેમો ફટકારવામાં આવતો નથી જેથી હવે નિયમ ભંગ કરવા પર face recognition system દ્વારા ઇ-મેમો ફટકારવામાં આવશે.

એક નિયમ ભંગ કરવા પર બે દંડ ભરવા પડશે
કોઇપણ વાહન ચાલક જ્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરે અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પકડે તો પોલીસ દ્વારા સ્થળ પર જ દંડ વસૂલે છે. વાહન ચાલક દ્વારા આ દંડ ભર્યા બાદ પણ જો ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં વાહન ચાલક નિયમ ભંગ કરવા બદલ ઝડપાશે તો ચાલકને ઇ-મેમો પણ ફટકારવામાં આવશે. આમ ચાલકને એક નિયમ ભંગ કરવા પર બેવાર દંડ ભરવાના રહેશે. આ મામલે ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે જણાવ્યું હતું કે, દિવસમાં એકવાર વાહન ચાલકનો ઇ-મેમો જનરેટ થઇ જશે તો એ જ દિવસે બીજી જગ્યાએ ટ્રાફિક નિયમના ભંગ બદલ તેનો ઇ-મેમો ફટકારવામાં નહીં આવે.

X
traffic police Ready to hit e-memo now with face recognition system
traffic police Ready to hit e-memo now with face recognition system

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી