તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 ડિસેમ્બર ઊજવવા ગુજરાતીઓમાં ફૂકેત, ક્રાબીની સૌથી વધુ ડિમાન્ડ, બેંગકોકની તમામ ફ્લાઈટ્સ ફુલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોમેસ્ટિકમાં ગોવા, કેરળ અને સિક્કિમમાં આવેલું ગંગટોક સૌથી વધુ લોકપ્રિય

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: વર્ષના અંતમાં ક્રિસમસ તેમજ નવા વર્ષને વધાવવા માટે આ વર્ષે ગુજરાતીઓમાં ડોમેસ્ટિક સેક્ટર કરતા ઇન્ટરનેશનલ સેક્ટરની ડિમાન્ડ વધુ છે. તેમાં પણ સીધી ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થતા અમદાવાદના લોકોમાં આ વર્ષે થાઈલેન્ડના ફૂકેત અને ક્રાબીની ડિમાન્ડ સૌથી વધુ છે. જેના પગલે 25થી 28 ડિસેમ્બર દરમિયાન અમદાવાદથી બેંગકોક જતી લગભગ તમામ ફ્લાઈટમાં ટૂર ઓપરેટરોએ બુકિંગ કરાવી લેતા હાઉસફૂલ થઈ ગઈ છે. એજરીતે ડોમેસ્ટિક સેક્ટરમાં નવા વર્ષની ઉજવણી માટે ગોવા ઓલટાઈમ હિટ છે. જ્યારે ફેમિલી ટૂર માટે કેરાલા ઉપરાંત ગંગટોકની ડિમાન્ડ વધુ જોવા મળી છે. જેના કારણે ક્રિસમસ દરમિયાન ફ્લાઈટોના ભાડા ડબલ થઈ ગયા છે.
ડોમેસ્ટિક સેક્ટરમાં સામાન્ય રીતે 40 હજારથી 50 હજાર રૂપિયા સુધીના ટૂર પેકેજ
ટૂર ઓપરેટરોને જણાવ્યા મુજબ સામાન્ય રીતે દિવાળીની રજાઓમાં મોટાભાગે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ વધુ ફરવા જાય છે. જ્યારે ક્રિસમસ દરમિયાન ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો મોટાભાગે ફરવા જાય છે. તેમાં પણ કેટલાક લોકો ગ્રૂપમાં નવા વર્ષને વધાવવા માટે દેશ વિદેશમાં જાય છે જ્યારે કેટલાક લોકો ફેમિલી સાથે રજા મનાવવા જાય છે. જો કે નવા વર્ષની ઉજવણી કરવા જતા લોકોની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ટૂર ઓપરેટર મનીષ શર્માએ વધુમાં જણાવ્યું કે, ક્રિસમસ દરમિયાન ડોમેસ્ટિક સેક્ટરમાં સામાન્ય રીતે 40 હજારથી 50 હજાર રૂપિયા સુધીના ટૂર પેકેજ ઉપલબ્ધ છે. જેની સામે અમદાવાદથી સીધી ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થતા થાઈલેન્ડ, સિંગાપોર, બાલી, માલે, દુબઈ અને શ્રીલંકા જવા માટે લોકોની ડિમાન્ડ વધુ છે. આ તમામ સેક્ટરના ટૂર પેકેજ 45 હજારથી 65 હજારમાં ઉપલબ્ધ હોવાથી તેની માંગ વધુ છે.  
દીવ- રાજસ્થાન પણ ફેવરિટ
નવા વર્ષની ઉવજણી માટે 2થી 3 દિવસના પ્રવાસે જતા લોકોમાં દીવ ઉપરાંત આબુ, ઉદયપુર, કુંભલગઢ, જેસલમેર સહિત અન્ય સ્થળોની ડિમાન્ડ જોવા મળી રહી છે. જેના માટે અનેક લોકોએ અત્યારથી જ હોટેલોની તેમજ કાર કે બસ બુકિંગ કરાવી લીધા છે. 
ક્રિસમસમાં અમદાવાદથી અન્ય શહેરોનું રિટર્ન ભાડું

શહેર રેગ્યુલર ભાડું ક્રિસમસ વખતે ભાડું
ગોવા 8000-10000 16000-17000
ત્રિવેન્દ્રમ 8000-10000 17000-18000
બેંગકોક 16000-18000 31000-32000
દુબઈ 18000-20000 33000-35000
બાલી 25000-26000 45000-46000