રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકાર નવી ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી બનાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૂચનો, અભ્યાસ અને સમીક્ષા માટે 10 ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

ગાંધીનગર: દેશમાં મંદીના માહોલ વચ્ચે ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે આ વખતે રાજ્ય સરકાર દ્વારા નવી ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિવિધ સેક્ટરમાં સૂચનો મેળવવા, અભ્યાસ અને હાલની નીતિની સમીક્ષા કરીને તે મુજબના સુધારા સૂચવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 10 જેટલી ટાસ્કફોર્સની રચના કરાઈ છે. હાલ રાજ્યમાં 2015ની ઉદ્યોગ નીતિ અમલી છે જેની મુદ્દત ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ રહી છે. ત્યારબાદ તરત જ નવી અને અસરકારક નીતિ અમલમાં આવે તે માટેની કવાયત રાજ્ય સરકારે શરૂ કરી છે.

એસોચેમ, ફિક્કીના પ્રતિનિધિઓ અને IIMના પ્રોફેસરનો ટાસ્કફોર્સમાં સમાવેશ
રાજ્ય સરકારે 10 જેટલી ટાસ્કફોર્સ 3 મહિનામાં પોતાની ભલામણો ઉદ્યોગ કમિશન
રને મોકલી આપશે. રાજ્યકક્ષાની ટાસ્કફોર્સ મુખ્ય સચિવ જે.એન.સિંહની અધ્યક્ષતામાં રચાઇ છે જેમાં વિવિધ વિભાગના સચીવો અને કમિશનરોનો સમાવેશ કરાયો છે જ્યારે બિન સરકારી સભ્યો તરીકે જીસીસીઆઇના પ્રમુખ, ફિક્કીના ગુજરાત પ્રમુખ, સીઆઇઆઇના ગુજરાત પ્રમુખ, એસોચેમના ગુજરાત પ્રમુખ ઉપરાંત પીડીપીયુના ડાયરેક્ટર સી.ગોપાલક્રિષ્નન, આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર સબેસ્ટીયન મોરેશ, ઇડીઆઇના પ્રો.દિનેશ અવસ્થી અને કિરણ જોશીનો સમાવેશ કરાયો છે.