બોપલમાં બિલ્ડિંગની પાલક તૂટી પડતાં ત્રણ શ્રમજીવીને ઈજા 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: શહેરના સાઉથ બોપલ એરિયામાં નિર્માણાધીન સાઈટ સાઉથ હિંદ ખાતે બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન શુક્રવારે સાંજે પાલક તૂટી પડ્યું હતું, જેમાં  ત્રણ શ્રમજીવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
આ કન્સ્ટ્રક્શન સાઇટે પાલક બાંધી મજૂરો કામગીરી કરી રહ્યા હતા ત્યારે શુક્રવારે સાંજે અચાનક તે ધડાકાભેર તૂટી પડી હતી, જેથી પાલક પર ઊભા રહી કામ કરી રહેલા શ્રમજીવીઓ નીચે પટકાયા હતા, જેમાંથી ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવી ગંભીર રીતે ઈજા પામેલા શ્રમજીવીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ત્રણેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 3 શ્રમજીવીઓના મોત નિપજ્યાં હતાં.