તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ ગ્રાન્ટેડ સ્કૂલોના ત્રણ શિક્ષકો ખાનગી ટ્યૂશન કરાવતા ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર-ગ્રામ્ય DEOની નિકોલ, વસ્ત્રાલ, બાપુનગરના ક્લાસીસમાં રેડ
  • રિપોર્ટ બાદ શિક્ષકો પર કાર્યવાહી, નોકરીમાંથી બરતરફ થઈ શકે છે

અમદાવાદઃ શહેર-ગ્રામ્ય ડીઇઓની સંયુક્ત ટીમોએ નિકોલ, વસ્ત્રાલ, બાપુનગરમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાં રેડ કરીને ત્રણ ગ્રાન્ટેડ સ્કૂલોના ત્રણ શિક્ષકોને વર્ગો લેતા ઝડપી લીધા હતા. ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોએ રેડ કરનારી સ્કૂલ પાસે એ સ્વીકાર પણ કર્યો છે કે તેઓ ક્લાસીસમાં વર્ગો લે છે. સોમવારે રેડ કરનારી 3 ટીમોના રિપોર્ટ બાદ શિક્ષકો, સ્કૂલ સંચાલક અને આચાર્યને રૂબરૂ બોલાવાશે. નિયમ પ્રમાણે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ક્લાસીસમાં વર્ગો લેવા બદલ નોકરીમાંથી બરતરફ કરાઈ શકે છે.

ડીસમીસ કરવા સુધી પગલાં લેવાય તેવી શક્યતા
શહેર-ગ્રામ્ય ડીઇઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ક્લાસીસ ચલાવતા હોય અને ક્લાસીસમાં વર્ગો લેવા જતા હોવાની ઘણી ફરિયાદો મળી હતી. ક્લાસીસમાં રેડ કર્યા પહેલા તેની રેકી કરાઇ હતી. જેના આધારે શિક્ષક જ્યારે ક્લાસીસમાં હતા ત્યારે જ રેડ કરાઈ હતી. રેડ કરવા માટે સંયુક્ત રીતે ત્રણ ટીમો બનાવાઇ હતી. એક ટીમમાં વીડિયો રેકોર્ડિંગ કરતા માણસ સાથે મળીને 5 મેમ્બર હતા. પરંતુ પકડાયેલા શિક્ષકોએ કબૂલ કર્યું છે કે તેઓ ક્લાસીસમાં ક્લાસ લે છે. આવનારા સમયમાં અમે સ્કૂલ સંચાલક, આચાર્ય અને શિક્ષકોને પોતાની વાત રજૂ કરવાનો મોકો અપાશે. શિક્ષક પર સસ્પેન્ડથી લઇને ડીસમીસ સુધીના પગલા લેવાઇ શકે છે. કારણ કે સરકારના પરિપત્રો છતાં શિક્ષકોએ સરકારી આદેશ અને નિયમોનો ભંગ કર્યો છે. 

આ સ્કૂલના શિક્ષક

  • આશિષ સ્કૂલ, વસ્ત્રાલ
  • આદર્શ વિદ્યાલય, વિરાટનગર
  • ગાયત્રી સ્કૂલ, ખોડીયાર નગર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો