કેમ છો, ટ્રમ્પ / US પ્રેસિડન્ટ ટ્રમ્પ માટેના ત્રણ સંભવિત રૂટ, સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સુરક્ષાને લઈ ચકાસણી કરશે

three possible routes for us president trump ahmedabad visit, secret service agents to scrutinize security

  • ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે
  • મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે
  • સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સુરક્ષા અને રસ્તાની ચકાસણી કર્યા બાદ રૂટ અંગે અંતિમ નિર્ણય કરશે

Divyabhaskar.com

Feb 14, 2020, 04:38 PM IST

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યાર બાદ મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ બાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જશે. તેઓ કયા રસ્તે થઈને આશ્રમ, સ્ટેડિયમ અને પરત એરપોર્ટ જશે તે માટે ત્રણ સંભવિત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણેય સંભિવત રૂટનું અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ્સ નિરિક્ષણ કરશે. સુરક્ષાને લઈ અને રસ્તાની ચકાસણી કર્યા બાદ તેઓ રૂટ અંગે અંતિમ નિર્ણય કરશે. સિક્રેટ સર્વિસ એજન્ટ્સ જે રૂટ ફાઇનલ કરશે, તે રૂટ પર જ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જશે.

રૂટ-1: એરપોર્ટથી ગાંધી આશ્રમ
ઇન્ટરનેશનલ એરપોર્ટ, તાજ હોટલ સર્કલ, શાહીબાગ કેન્ટોન્મેન્ટ, રિવરફ્રન્ટ કટ, સુભાષબ્રિજ નીચેથી ડાબી તરફ, સુભાષબ્રિજ, કલેકટર ઓફિસ થઇ ગાંધી આશ્રમ

રૂટ-2: ગાંધી આશ્રમથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
ગાંધી આશ્રમ, કલેકટર ઓફિસ, આરટીઓ સર્કલ, ચીમનભાઈ બ્રિજ, સાબરમતી પોલીસ સ્ટેશન, ઈન્દીરાનગર થઇ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
રૂટ-3: મોટેરાથી એરપોર્ટ પરત
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, પરિમલ હોસ્પિટલ, ભાટ કોટેશ્વર રોડ, ઈન્દિરા બ્રિજ, હાંસોલ, તાજ હોટેલ સર્કલ અને એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ નો ફ્લાય ઝોન બનશે
અમેરિકી પ્રમુખની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તમામ ફ્લાઈટનું સંચાલન અટકાવી દઈ એરપોર્ટને -નો- ફ્લાય ઝોનમાં મૂકાશે. ટ્રમ્પના રોકાણ સુધી અમદાવાદ એરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટનું સંચાલન થશે નહીં. હાલ શહેર, રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે અમેરિકન સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. ટ્રમ્પની કાર તેમજ સુરક્ષા માટે જરૂરી સાધનો ટૂંક સમયમાં આવી જશે.

X
three possible routes for us president trump ahmedabad visit, secret service agents to scrutinize security
three possible routes for us president trump ahmedabad visit, secret service agents to scrutinize security
three possible routes for us president trump ahmedabad visit, secret service agents to scrutinize security
three possible routes for us president trump ahmedabad visit, secret service agents to scrutinize security

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી