અમદાવાદ / નશીલા પદાર્થ મેફેડ્રોન તથા કોકેઇનના 61 લાખના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા  

Three arrested with drugs worth Rs 61 lakh at Ahmedabad

  • મુંબઇથી અમદાવાદ લવાયો હતો નશીલા પદાર્થનો જથ્થો
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલુપુર નજીકથી જથ્થા સાથે ત્રણને પકડી લીધા 

Divyabhaskar.com

Nov 17, 2019, 11:23 PM IST

અમદાવાદ:કાલુપુર મોતી મહેલ હોટેલ પાસેથી 305 મેફેડ્રોન (30.50 લાખ) અને 51 ગ્રામ કોકેન( 30.60 લાખ) સાથે 3 આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા છે. ગુજરાતમાંથી પહેલી જ વખત કોકેન પકડાયું હોવાનું ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે.
ક્રાઇમબ્રાંચના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું કે, પોલીસે રમેશ રાઠોડ, અઝરુદ્દીન ઉર્ફે અઝહર શેખ અને અરબાઝ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, રેલવેમાં કેન્ટીનનો કોન્ટ્રા્કટ ધરાવતી કંપનીમાં 25 વર્ષથી વેઇટર તરીકે કામ કરતો રમેશ શતાબ્દી કેન્ટીનમાં છુપાવી આ ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ લાવ્યો હતો. જ્યારે રમેશ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ફિરોઝ ઉર્ફે ચોર મોહંમદ હનીફ શેખ અને તેની પત્ની અંજુમે મગાવ્યો હતો. ફિરોઝના કહેવાથી અઝહર અને અરબાઝ આ ડ્રગ્સ લેવા ગયા હતા.
હથિયાર-ચોરીના ગુનામાં અગાઉ ફિરોઝ પકડાયો છે
આરોપી ફિરોઝની પત્ની ગર્ભવતી હોવાથી તે મક્કા ઉમરા કરવા ગયો છે. ફિરોઝ અગાઉ ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં, કારંજમાં ચેઈન સ્નેચિંગના ગુનામાં તેમ જ દરિયાપુર, કાલુપુર, કાગડાપીઠમાં વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો હતો.
ફૂડના રો મટીરિયલની આડમાં ડ્રગ્સ લાવતો
રમેશ શતાબ્દી ટ્રેનની કેન્ટીનમાં વેઈટર તરીકે નોકરી કરતો હોવાથી તે રોજ શતાબ્દી ટ્રેનમાં મુંબઈથી અમદાવાદ આવતો જતો હતો. જ્યારે ફિરોઝના ઓર્ડર પ્રમાણેનો ડ્રગ્સનો જથ્થો ફિરોઝ ક્યારેક કપડાંની બેગમાં તો ફૂડના રો મટીરિયલની આડમાં છુપાવીને અમદાવાદ લાવતો હતો.

X
Three arrested with drugs worth Rs 61 lakh at Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી