તું કેમ વાત નથી કરતી એમ કહી યુવકે યુવતી પર એસિડ ફેંકવાની ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ભોંયરામાં નાસ્તો કરવા આવી ત્યારે યુવકે તેનો હાથ પકડી માર માર્યો હતો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી અને ડી માર્ટમાં નોકરી કરતી યુવતી પર એસિડ ફેંકવાની ધમકી યુવકે આપી હોવાની ઘટના બની છે. યુવતી ભોંયરામાં નાસ્તો કરવા આવી ત્યારે યુવકે આવી તું કેમ વાત નથી કરતી આમા નોકરી કેમ કરે છે તેમ કહી હાથ પકડી માર માર્યો હતો. નિકોલ પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
 
નિકોલ ડી માર્ટમાં નોકરી કરી પરિવારને મદદ કરતી 18 વર્ષની યુવતી શનિવારે સાંજે ડી માર્ટના ભોંયરામાં નાસ્તો કરવા આવી હતી. દરમ્યાનમાં નિકોલના લાલકૃષ્ણ અટલ એપાર્ટમેન્ટમાં રહેતો જીગ્નેશ પટેલ આવ્યો હતો અને કહ્યું હતું કે કેમ મારી સાથે બોલતી નથી. કેમ નોકરી કરે છે? તારે નોકરીએ આવવાનું નહીં કહી હાથ પકડી ગાલ પર લાફો મારી દીધો હતો. પેટમાં પણ લાત મારી હતી. બૂમાબૂમ થતા લોકો આવ્યા હતા. જીગ્નેશ તું બહાર નીકળ તારા પર એસિડ ફેંકી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. નિકોલ પોલીસે આ મામલે યપાસ શરૂ કરી છે.