ખતરો / કચ્છ નડાબેટની ભારત-પાકિસ્તાન બોર્ડરની ફેન્સિંગ પર તીડ દેખાયા, ગુજરાતમાં ફરીથી આક્રમણ થવાની શક્યતા

  • બોર્ડર પરથી લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ આવતું જોવા મળ્યું
  • પવનની દિશા પરથી નક્કી થશે કે તીડનું ઝુંડ ક્યા જશે
  • તાજેતરમાં જ તીડના આક્રમણથી ખેડૂતોને કરોડોનું નુકસાન થયું હતું

Divyabhaskar.com

Jan 15, 2020, 05:44 PM IST

અમદાવાદ: કચ્છના નડાબેટમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તીડનું ઝુંડ દેખાયું છે. બોર્ડર પરથી લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ આવતું જોવા મળ્યું છે. આ તીડ બોર્ડરની ફેન્સિંગ પર બેસેલા પણ જોવા મળ્યા છે. જેથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થાય તેવી શક્યતા છે. જોકે પવનની દિશા પરથી નક્કી થશે કે તીડ ક્યાં જશે. અગાઉ પણ પવનની દિશા મુજબ જ તીડ અલગ અલગ ઝુંડમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને છેક મહેસાણા સુધી આવી પહોંચ્યા હતા.

3 જાન્યુઆરી કચ્છના અબડાસામાં તીડના ટોળા ઉમટ્યાં હતા
અગાઉ 3 જાન્યુઆરીએ અબડાસાના સાંઘી દરિયા કાંઠે મોટી સંખ્યામાં તીડના ઝૂંડ આવી ચડ્યાં હતા. તીડને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, હમણાં થોડા સમય પહેલાં જ સરકારે ઉત્તર ગુજરાતમાં આવી ચડેલા તીડના ટોળાંને કાબૂમાં લીધા હતા. ત્યારે ફરી એક વાર ગુજરાતના કચ્છમાં તીડના ઝૂંડે આક્રમણ થવાની શક્યતાથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે.

4 જિલ્લાના 124 ગામોમાં તીડે આક્રમણ કર્યું હતું
બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 114 ગામો, મહેસાણા જિલ્લાના 1 તાલુકાના 5 ગામો, પાટણ જિલ્લાના 2 તાલુકાના 4 ગામો, સાબરકાંઠા જિલ્લાના 1 તાલુકાના 1 ગામ મળી કુલ 4 જિલ્લાના 17 તાલુકાના 124 ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. જેથી લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી