• Gujarati News
  • National
  • The Students Built A 250 foot long Raft To Pay Tribute To The Martyred Soldiers In Pulwama

વિદ્યાર્થીઓએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા 250 ફૂટ લાંબી રાખડી બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે રિયલ હીરો ઓફ ઇન્ડિયન આર્મી થીમ પર 200 ફૂટ લાંબી રાખડી બનાવી હતી

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલા સાધના વિનય મંદિરમાં છેલ્લા 14 વર્ષથી રક્ષાબંધન નિમિતે અલગ-અલગ થીમ પર રાખડી બનાવવામાં આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 250 ફૂટ લાંબી રાખડી "માર્ટીયર ઓફ ધ પુલવામાં અટેક" દેશ માટે શહીદ થયેલા 40 વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે ફોટા સાથે બનાવી છે. જે રાખડીને અમિત શાહની મંજૂરી મેળવી વિદ્યાર્થીઓ પુલવામા ખાતે જઇ સૈનિકોને અર્પણ કરશે. 

અનેક થીમો પર રાખડી બનાવી છે
વિદ્યાર્થીઓ દ્વારા બેટી બચાવો-બેટી પઢાવો, વાંચે ગુજરાત, સ્વર્ણીય ગુજરાત, ગતિશીલ ગુજરાત, સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારત, ગ્લોબલ વોર્મિગ વગેરે થીમ પર રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી પહેલા નરેન્દ્ર મોદી (જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે) અને વર્તમાનમાં વિજય રૂપાણીને અર્પણ કરવામાં આવતી હતી.
ગત વર્ષે રિયલ હીરો ઓફ ઇન્ડિયન આર્મી થીમ પર 200 ફૂટ લાંબી રાખડી બનાવી વિદ્યાર્થીઓએ નડા બેટ જઇ સરહદ પર તારની વાડ પર બાંધી હતી. સૈનિકોને પણ રાખડી બાંધી વિદ્યાર્થીઓએ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.