‘વાયુ’ સાયક્લોન / 18 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, વેરાવળથી 300 કિમી દૂર: કોસ્ટગાર્ડ

Divyabhaskar.com

Jun 12, 2019, 04:18 PM IST
The storm is moving at a speed of 18 km, 300 km away from Veraval: Coastguard

  • હવામાન વિભાગ અને ઈસરોના ટ્રેક મુવમેન્ટ પર એરફોર્સ અને કોસ્ટગાર્ડની વૉચ
  • 13મી જૂને વહેલી સવારે વેરાવળ અને પોરબંદર વચ્ચે વાવાઝોડું ત્રાટકશે
  • શીપ અને એરક્રાફ્ટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

અમદાવાદ: અરબી સમુદ્રમાં વાવાઝોડાંના પગલે રાજ્યમાં આવનારા સંકટને પહોંચી વળવા માટે આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાંના પગલે કોસ્ટગાર્ડે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોસ્ટગાર્ડના નોર્થ વેસ્ટ રીજિયનના આઈ.જી રાકેશ પાલના જણાવ્યા મુજબ હાલ આ સાયક્લોન વેરાવળથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગ અને ઈસરોના ટ્રેક મુવમેન્ટ મુજબ સાયક્લોન 18 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 13મી જૂને વહેલી સવારે વેરાવળ અને પોરબંદર વચ્ચે ત્રાટકશે.

ઓખા, જખૌ અને મુદ્રામાં શીપ તૈનાત
વાવાઝોડાં દરમિયાન દરિયામાં રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન માટે કોસ્ટગાર્ડ દ્વારા દમણ અને અમદાવાદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડના એરક્રાફ્ટને જ્યારે ઓખા, જખૌ અને મુદ્રામાં શીપને તૈનાત કરવામાં આવી છે. શીપ અને એરક્રાફ્ટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

X
The storm is moving at a speed of 18 km, 300 km away from Veraval: Coastguard
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી