તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Provisional Fee Of JG School's International Baccalaureate Program Is Rs. 2.80 Lakhs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JG સ્કૂલની ઈન્ટરનેશનલ બેકલોરિયેટ પ્રોગ્રામની પ્રોવિઝનલ ફી રૂ. 2.80 લાખ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલની ફાઇલ તસવીર.
 • FRCએ શહેરની 10, ઝોનની 40 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરી

અમદાવાદ: એફઆરસીએ અમદાવાદ ઝોનની 40 સ્કૂલોની પ્રોવિઝનલ ફી અને 4 સ્કૂલોની ફાઇનલ ફી જાહેર કરી છે. પ્રોવિઝનલ લિસ્ટમાં અમદાવાદની 10 સ્કૂલો છે. અમદાવાદની સ્કૂલોમાં સૌથી વધુ 2.80 લાખ પ્રોવિઝનલ ફી જે.જી. ઇન્ટરનેશનલના ઈન્ટરનેશનલ બેક લોરિયેટ ડિપ્લોમા પ્રોગ્રામ (આઈબીડીપી) ની છે. ટૂંકમાં વધુ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર થશે.
મોટાભાગની સ્કૂલોને 5 ટકાથી વધુ વધારો ન અપાયાનો દાવો
અમદાવાદ શહેર, ગ્રામ્યમાંથી 150 કરતા વધુ સ્કૂલોએ ફી માટેની પ્રપોઝલ કરી હતી. એફઆરસીએ બીજા રાઉન્ડ માટેનું પહેલું લિસ્ટ હવે જાહેર કર્યું છે. એફઆરસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગની સ્કૂલોને 5 ટકા કરતા વધુનો વધારો આપ્યો નથી. સ્કૂલોએ પોતાના ખર્ચ પ્રમાણે ફીની રકમ માંગી હતી. પરંતુ તમામ દસ્તાવેજોને આધારે અને જૂની ફીને ધ્યાને લઇને વર્ષ 2020-21થી ત્રણ વર્ષ માટેની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. જાહેર કરાયેલી પ્રોવિઝનલ ફી સામે જો સ્કૂલને વિરોધ હશે તો આવનારા સમયમાં સ્કૂલ વિરોધ કરી શકે છે. ત્યારબાદ સ્કૂલની ફાઇનલ ફી જાહેર થશે. 
આ વર્ષે ફી નક્કી કરતા સમયે સ્કૂલે રજૂ કરેલા ખર્ચની વિગતોમાં ઘસારો અને જમીનના ભાડાને માન્યતા આપવામાં આવશે નહીં. સ્કૂલની જમીન અન્ય ટ્રસ્ટની હશે તો નિયમ પ્રમાણે ભાડું ફી નક્કી કરતા સમયે ગણતરીમાં લેવાશે. પરંતુ જમીનની માલિકી અને સ્કૂલની માલીકી એક જ ટ્રસ્ટની હશે તો ભાડાના ગણતરી ફીમાં કરાશે નહીં. જેને લઇને પણ સ્કૂલ સંચાલકોમાં વિરોધ થઇ શકે છે. 
ઉદગમમાં ધોરણ 1ની ફી રૂ. 87818

શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર -
ધોરણપ્રોવિઝનલ ફી
નર્સરી40900
જુનિયર-સીનિયર કેજી48000
ધો.1થી 5 સુધી53000
ધો.655500
ધો.755500
ધો.855500
ઉદ્દગમ સ્કૂલ-
ધો.187818
ધો.287847
ધો.385422
ધો.482923
ધો.587112
ધો.679130
ધો.774294
ધો.862313
ધો.1053493
11 જનરલ81041
12 જનરલ76411
11 સાયન્સ86833
12 સાયન્સ82761
જે.જી ઇન્ટરનેશનલ, સોલા રોડ-
પ્રિ પ્રાઇમરી69457
પ્રાઇમરી92610
સેકેન્ડરી144703
આઇડીબીપી280145
એપલ ગ્લોબલ, સાણંદ રોડ-
જુનિયર-સીનિયર કેજી72760
ઝાયડસ સ્કૂલ, વેજલપુર-
જુનિયર-સીનિયર કેજી46305
ધો.146305
ધો.246305
ધો.346305
ધો.446305
ધો.546305
ધો.646305
ધો.746305
ધો.846305
ધો.952080
ધો.1052080
11 જનરલ56700
12 જનરલ56700
11-12 સાયન્સ60165
આનંદ નિકેતન, શિલજ-
ધો.160638
ધો.260638
ધો.360638
ધો.460638
ધો.561740
ધો.661740
ધો.761740
ધો.861740
ધો.966150
ધો.1066150
ધો.11 જનરલ71663
ધો.12 જનરલ71663
ધો.11 સાયન્સ71663
ધો.12 સાયન્સ    71663

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો