તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Professor Lost His Life When He Was Trying To Debase At Maninagar Railway Station When Train Is Running

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદના બદલે મણિનગર પહોંચેલા યુવકનું ચાલુ ટ્રેને ઊતરવા જતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મણિનગર રેલવે સ્ટેશન - ફાઇલ તસવીર - Divya Bhaskar
મણિનગર રેલવે સ્ટેશન - ફાઇલ તસવીર
 • વડોદરાથી ટ્રેનમાં બેઠેલા યુવકને ઊંઘ આ‌વી જતાં મણિનગર પહોંચ્યો હતો
 • અચાનક ઊંઘ ખૂલતાં નડિયાદ તરફ જતી ટ્રેન જોઈ ઉતાવળે ટ્રેનમાંથી નીચી ઊતરતાં પગ લપસ્યો
 • બે દિવસ પહેલા જ વડોદરામાં નોકરી શરૂ કરી હતી

નડિયાદ, અમદાવાદઃ મૂળ નડિયાદના અને હાલમાં વડોદરામાં રહેતાં 37 વર્ષીય યુવકનું મણિનગર પાસે ટ્રેનમાંથી પડી જવાથી મોત નિપજ્યું હતું. યુવકને બે દિવસ પહેલા વડોદરામાં નોકરી મળી હતી, શનિ-રવિ રજા હોવાથી તે વડોદરાથી ટ્રેનમાં નડિયાદ પરત આવી રહ્યો હતો. જોકે ઊંઘ આવી જતાં તે નડિયાદના બદલે મણિનગર પહોંચી ગયો હતો. ઊંઘમાંથી જાગી  ઉતાવળમાં નીચે ઊતરવા જતાં તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન જ મોત નીપજ્યું
નડિયાદના રહેવાસી અને છેલ્લા એકાદ વર્ષથી વડોદરામાં રહેતા અમિત અશ્વિનભાઇ પંડ્યા (ઉં.વ.37) શનિવાર - રવિવારની રજાના દિવસે માતા-પિતાને મળવા નડિયાદ આવી રહ્યા હતા. તેઓ વડોદરાથી ગુજરાત ક્વિન ટ્રેનમાં નડિયાદ આવવા બેઠા હતા. તેઓને ઝોકું આવી જતાં ગાડી નડિયાદ સ્ટેશનથી ઊપડી ગઇ હતી. અમદાવાદ નજીક આવવા આવ્યું ત્યારે એકાએક અમિતની ઊંઘ ઊડી  અને તેણે સામેના પ્લેટફોર્મ પર નડિયાદ તરફ જતી ટ્રેન જોઇ હતી. આથી ઝડપથી ઊતરી બીજી ટ્રેનમાં બેસવા માટે તે ઊતાવળે ટ્રેનમાંથી ઊતરવા ગયા હતા. ટ્રેનમાથી ઊતરવા જતા જ તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં સામાજિક કાર્યકર હર્ષદ પટેલે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

માતાને છેલ્લો ફોન કરી કહ્યું, ‘હું આવું છું’
પરિવારના જણાવ્યા મુજબ, અમિતે નડિયાદ ઘરે આવી રહ્યા હોવાની માતાને ફોનથી જાણ કરી હતી, આથી માતા પુત્ર અમિત થાકીને આવશે એટલે નાહીને ફ્રેશ થશે એમ વિચારીને તેના કપડાં તૈયાર રાખ્યાં હતાં, તેમજ રસોઇ પણ બનાવી દીધી હતી. જોકે દીકરો તો નહીં પણ તેના મૃત્યુના સમાચાર આવતાં જ માતા ભાંગી પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો