ભાસ્કર વિશેષ / 9થી 12 વર્ષના ગરીબ બાળકોને અમદાવાદથી જેસલમેરની મફતમાં હવાઈ મુસાફરી કરાવાઈ

The poor children of 9 to 12 years of age were provided free travel from Ahmedabad to Jaisalmer

  • ગુલબાઈ ટેકરાના ભૂલકાંઓનું વિમાનમાં બેસવાનું સપનું પૂરું થયું

Divyabhaskar.com

Jul 12, 2019, 12:31 AM IST

અમદાવાદ: વિમાનમાં બેસવાના સપનાં અમીર ગરીબ તમામ જોતા હોય છે. જેમાં અમીરો અને હવે તો મધ્યમ વર્ગના લોકો પણ વિમાનમાં મુસાફરી કરતાં થયા છે. જ્યારે ગરીબો માટે હજુ પણ વિમાનની મુસાફરી ફક્ત સપનું જ છે. ત્યારે ગુલબાઈ ટેકરા વિસ્તારના 20 બાળકોના વિમાનમાં ઉડવાના સપનાં સાકાર થતાં તેમની ખુશી સમાતી ન હતી.

ટ્રુજેટ એરલાઈન્સે ચેરિટીના ભાગરૂપે ગુરુવારે આ બાળકોને વિમાનમાં અમદાવાદથી જેસલમેર લઈ ગઈ હતી. બાળકોને શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ મફત શિક્ષણની સાથે અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડે છે. ટ્રુજેટ એરલાઈન્સે ચેરિટી પ્રોગ્રામ હેઠળ ગરીબ, મૂકબધિર અને અનાથ બાળકોને મફતમાં વિમાન પ્રવાસ કરાવવાનું આયોજન કરાયું છે. ગુરુવારે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા 9થી 12 વર્ષ સુધીના 20 બાળકોને અમદાવાદથી જેસલમેર સુધી ફ્રીમાં પ્રવાસ કરાવવાની સાથે નાસ્તો અને કોલ્ડ્રિંક્સ આપવામાં આવ્યું હતું.

બાળકોએ પૂછ્યું ટોઈલેટનું પાણી ક્યાં પડે છે?
વિમાનમાં મુસાફરી દરમિયાન બાળકો ટોઈલેટમાં જઈને આવતા હતા. ત્યારે એક બાળકે સહજ ભાવે પ્રશ્ન કર્યો હતો કે, ટોઈલેટમાં પડતું પાણી નીચે ક્યાં પડે છે? બાળકોનો આવો સાહજિક પ્રશ્ન સાંભળી આજુબાજુ બેઠેલા લોકો પણ હસી પડ્યા હતા.

X
The poor children of 9 to 12 years of age were provided free travel from Ahmedabad to Jaisalmer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી