તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTR-2માં ઇનવોઇસ ન દેખાય તો વેપારીને ઈનપુટ ક્રેડિટ નહીં મળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • GSTએ કરેલા નવા પરિપત્રથી વેપારીઓમાં અસંતોષ

અમદાવાદ: જીએસટીના પરિપત્ર મુજબ 8 ઓક્ટોબર પછી જીએસટીઆર-2 રિટર્નમાં માલ અને સેવાની ખરીદીનું ઈનવોઈસ ઓનલાઈન નહીં દેખાય તો વેપારીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. સપ્લાયરનું ઈનવોઈસ નહીં હોય તો વેપારીએ માલ કે સેવા પર જીએસટી ભરવો પડશે. 
સપ્લાયરનું ઈનવોઈસ નહીં હોય તો ખરીદેલા માલ-સેવા પર GST લાગશે
પરિપત્રમાં કરેલી સ્પષ્ટતા મુજબ 8 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી કરેલા વ્યવહારો ઓનલાઇન દર્શાવતી આઇટીસી અને તેના 20 ટકા વધારાની આઇટીસીનું તે મુજબ સેટઅપ લઇ શકાશે. પરિપત્રમાં જો કરદાતાએ 5 કરોડથી નીચે ટર્નઓવર ધરાવતા નાના કરદાતા પાસેથી ખરીદી કરી હોય. તેવા કિસ્સામાં કરદાતાને ત્રિમાસિક રિટર્ન ભરવાનું છે. જેનું રિટર્ન ન ભરાતા આની ક્રેડિટ મળવા પાત્ર નહીં થાય. કોઇ કરદાતા આવા નાના વેપારી પાસેથી ખરીદી કરતો હશે તેને ચુકવણું કરતા આઇટીસીની ક્રેડિટ ત્રિમાસિક રિટર્ન એટલે કે ઓકટોબરનું રિટર્ન જાન્યુઆરીમાં ભરાશે ત્યારે મળશે. 
દંડ પણ થઈ શકે છે
ઇનપુટ ટેકસ ક્રેડિટના પરિપત્ર મુજબ આ જવાબદારી કરદાતાએ સેલ્ફ એસેમેન્ટના બેઝ પર ડિકલેર કરવાની છે. જો તે કરવામાં ભૂલ થાય તો વ્યાજ અને દંડની કાર્યવાહીનો ભોગ બનવું પડશે.-વિપુલ ખંધાર, સીએ