તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર બેયેઝ આપતી નથી અને દંડ વસૂલતી હોવાના આક્ષેપ સાથે રિક્ષાચાલકોએ આંદોલનની ચીમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રિક્ષા એસોસિએશનનાં 15 જેટલા યુનિયને શુક્રવારે આરટીઓ સમક્ષ રજૂઆત કરી
  • ખોટી રીતે દંડ વસૂલાતા ડ્રાઇવરો આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા હોવાથી પરેશાન ન કરવાની માગ

અમદાવાદ: રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા નવા દંડ થોપી દેવાયા બાદ રિક્ષાચાલકો આકરા દંડનો ભોગ બની રહ્યા છે. સરકાર લાઇસન્સ કે બેઇઝ આપતી નથી અને આડેધડ દંડ થોપી રહી હોવાનો રિક્ષાચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે રિક્ષા એસો.ના 15 જેટલા યુનિયન શુક્રવારે આરટીઓમાં રજૂઆત કરવા ગયા હતા. આ અંગે આરટીઓએ સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રિક્ષા એસો.એ જો ત્વરિત ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપી હતી.
 
4 લાખ લોર્ડિંગમાંથી માત્ર 9000 રિક્ષા ચાલકો પાસે જ બેઇઝ  
વાહનવ્યવહાર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પેસેન્જર રિક્ષા અને લોર્ડિંગ રિક્ષા મળી 13 લાખ રિક્ષા છે. 13 લાખમાંથી 9 લાખ પેસેન્જર રિક્ષા છે. આમાંથી માત્ર 65000 ચાલકો પાસે બેઇઝ છે. જ્યારે 4 લાખ લોર્ડિંગમાંથી માત્ર 9000 રિક્ષા ચાલકો પાસે જ બેઇઝ છે. જેના લીધે આગામી દિવસોમાં રિક્ષાચાલકોને વધુને વધુ દંડ થશે. સરકારના આકરા દંડ સામે રિક્ષાચાલકોને રોજીરોટીનો પ્રશ્ન સર્જાશે. તેવો રોષ ઠાલવતા જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનના પ્રમુખના અગ્રણી રાજવીર ઉપાધ્યાએ કહ્યું કે રિક્ષાચાલકોને સ્થિતિ ધ્યાનમાં રાખવામાં આવી નથી. જે રિક્ષાના માલિકો છે, તેમની સ્થિતિ વધુ કફોડી થઇ જશે.  કેટલાક લોકો રિક્ષાચાલકોને બદનામ કરે છે, તેની સામે કાર્યવાહી કરવાના બદલે તમામ લોકોને એક લાકડીએ હાંકવાનો સરકારનો નિર્ણય એકદમ ગેરવ્યાજબી છે.
 
જ્યારે એકતા યુનિયના પ્રમુખ અશોક પંજાબીએ કહ્યું કે ખોટી રીતે દંડવામાં આવતા રિક્ષાચાલકો ફિનાઇલ પી રહ્યા છે, જેથી તેમના રક્ષણ માટે અને ખોટી રીતે પરેશાન કરવામાં ના આવે તેવી રજૂઆત શુક્રવારે આરટીઓને કરી હતી. સરકાર સહકાર નહીં આપે તો એસોસિએશનને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.