ઈતિહાસ / દેશને આઝાદ કરાવવામાં પતંગનો મહત્વનો ફાળો, 2 હજાર વર્ષ પહેલા બન્યો હતો પહેલો પતંગ

The first kite was created over 2 thousand years ago, Historical cases involving kite

  • વિશ્વનો સૌથી પહેલો પતંગ ચીનના એક ખેડુતે બનાવ્યો હતો
  • 1936માં જાપાને 39 ફૂટ ઉંચો અને 21 ફૂટ પહોંળો પતંગ બનાવ્યો હતો

Divyabhaskar.com

Jan 09, 2020, 12:16 PM IST

અમદાવાદ: મકરસંક્રાતિનો તહેવાર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જોકે ગુજરાતમાં આ તહેવારનું મહત્વ વધારે છે. 14 અને 15 જાન્યુઆરીએ ભારતભરમાં પતંગ રસિયાઓ વહેલી સવારથી ધાબા પર ચઢી જાય છે. પરંતુ ઉત્તરાયણ સિવાય પણ પતંગ સાથે અનેક ઐતિહાસિક કિસ્સાઓ જોડાયેલા છે જેનાથી ઘણા ઓછા લોકો અજાણ છે. ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન પતંગનો ઉપયોગ સંદેશો પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. તે સમય મોટાભાગની વાતચીતો પતંગ પર લખી એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડવામાં આવતી હતી. ત્યારે વિશ્વમાં સૌથી પહેલો પતંગ 2 હજાર વર્ષ પહેલા ચીનમાં બનાવવામાં આવ્યો હતો.

બ્રિટિશ રાજ સમયે ક્રાંતિકારીઓ માટે પતંગ મેસેન્જર બન્યો
પ્રાચીન સમયમાં બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય ક્રાંતિકારીઓ માટે પતંગ ખુબજ ઉપયોગી હતો. ક્રાંતિકારીઓ પતંગ પર પોતાનો સંદેશો લખી લડવૈયાઓને મોકલતા હતા. જે રીતે આજે આપણે કોઇને મેસેજ મોકવા માટે ઇન્ટરનેટનો સહારો લઇએ છીએ તે જ રીતે તે સમયે પતંગ સહિતની વસ્તુઓ દ્વારા અંગ્રેજોની જાણ બહાર પોતાના મેસેજો મોલકવામાં આવતા હતા. 1936માં જાપાને એક અનોખો પતંગ બનાવ્યો હતો. ત્યાના કારીગરોએ 2500 કિલોની આસપાસના કાગળનો ઉપયોગ કરી 39 ફૂટ ઉંચો અને 21 ફૂટ પહોંળો પતંગ બનાવ્યો હતો. જાપાનમાં આ પતંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

અમેરિકામાં પતંગનું સૌથી મોટું એસોસિએસન, 25 દેશો જોડાયેલા છે
અમેરિકામાં વિશ્વમાં પતંગ રસિયાઓનું સૌથી મોટું એસોસિએશન છે. 1964માં ન્યુ મેક્સિકોના સ્વ.રોબર્ટ એમ.એનગ્રાહમે અમેરિકન કાઇટફ્લાયર્સ એસોસિએશનની સ્થાપના કરી હતી. આ એસોસિએસન સાથે 25 દેશોના હજારો સભ્યો જોડાતા આજે વિશ્વમાં કીટર્સનો સૌથી મોટો સંગઠન છે. એસોસિએસનનો હેતુ લોકોને કલા, ઇતિહાસ, ટેકનીક અને પતંગ બાંધવાની અને ઉડવાની પ્રેક્ટિસમાં શિક્ષિત બનાવવા માટેનો છે. 2013માં અમદાવાદમાં યોજાતા પતંગ મહોત્સવમાં અમેરિકાથી પ્રવાસીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. ત્યારથી દર વર્ષે પતંગ મહોત્સવમાં અમેરિકા, ઓટ્રેલિયા, કેનેડા, લંડન સહિતના દેશોમાંથી પતંગના રસિયાઓ આવે છે.

સૌથી પહેલો પતંગ કયા દેશમાં બન્યો હતો?
સમગ્ર વિશ્વમાં પતંગના રસિયાઓ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, સૌથી પહેલો પતંગ કયા દેશમાં બન્યો હતો? પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વનો સૌથી પહેલો પતંગ અંદાજે 2 હજાર વર્ષ પહેલા ચીનમાં બન્યો હતો. ચીનના એક ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ના જાયે તે માટે એક હેટને પતંગ બાંધી રાખી હતી. કહેવાય છેકે, ચીનથી કોરિયા તેમજ સમગ્ર એશિયાની સાથે ભારતમાં અનેક પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે. સાથે જ તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિક હેતુઓ જોવા મળ્યા છે. સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી હતી. તેઓ પતંગનો ઉપયોગ શેતાની શક્‍તિને નબળી બનાવવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં. તે સમયગાળા દરમિયાન જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી. જ્યારે 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે થવા લાગ્‍યો હતો. ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500માં મોગલ કાળના એક ચિત્રમાં મળ્‍યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્‍યો છે.

X
The first kite was created over 2 thousand years ago, Historical cases involving kite

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી