તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTEમાં પ્રવેશ લેનારાની આર્થિક સ્થિતિની ઘરે જઇ તપાસ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • DEOએ પરિપત્ર કરી સ્કૂલ શિક્ષકોને જવાબદારી સોંપી

અમદાવાદ: આરટીઇમાં એડમિશન લેનારા તમામ વિદ્યાર્થીઓના ઘરે જઇને વાલીઓની આર્થિક સ્થિતિ અંગે શિક્ષકો તપાસ કરશે. શહેર ડીઇઓએ પરિપત્ર કરીને દરેક સ્કૂલો આદેશ કર્યો છે કે, સ્કૂલ પોતાના બે શિક્ષકોને આરટીઇમાં એડમિશન લેનારા દરેક બાળકોના ઘરે જઇને વાલીઓની સ્થિતિ તપાસે. આ માટે શિક્ષકોને એક ફોર્મ પણ અપાયું છે. શિક્ષકોએ 22 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓની તપાસ કરીને ડીઇઓ કચેરીને રિપોર્ટ આપવાનો રહેશે. બે પેજના ફોર્મમાં શિક્ષકોએ વિદ્યાર્થીના ઘરે જઇને વિવિધ 19 પ્રશ્નોના જવાબ મેળવવાના રહેશે. દર વર્ષે સ્કૂલો દ્વારા ફરિયાદ કરાય છે કે ઘણા વાલીઓ ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવે છે. આમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ઘરના સભ્યો પાસેના મોબાઈલની સંખ્યા ચેક થશે
ફોર્મમાં વાલીની વાર્ષિક આવક, રહેઠાણ ભાડે હોય તો ભાડા કરાર, દસ્તાવેજ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશની જેવી સુવિધા, વાલી સંયુક્ત કુટંબમાં રહે છે કે અલગ, છેલ્લા ત્રણ લાઇટ બિલની માહિતી, ઘરના સભ્યો પાસે મોબાઇલની સંખ્યા અને એક મહિનાનો ખર્ચ, ઇન્કમટેક્સ ભરે છે કે નહીં?, બેંક એકાઉન્ટની પાસ બુકના બે વર્ષના સ્ટેટમેન્ટ સાથે રિપોર્ટ તૈયાર કરાશે. 

ગોટાળો હશે તો વાલી સામે પોલીસ ફરિયાદ
આરટીઇમાં એડમિશન માટે ખોટા દસ્તાવેજો રજુ કરનારા વાલીઓ સામે પોલીસ ફરિયાદ કરાશે. આ માટે સ્કૂલોએ ખોટા દસ્તાવેજો ધરાવતા વાલીઓએ પોતાની સ્કૂલના બીટ નિરીક્ષકને રિપોર્ટ કરવાનો રહેશે.