સમીક્ષા / વાવાઝોડાએ દિશા બદલી નથી, તીવ્રતા ઘટી નથી, આવશે એ નિશ્ચિત:CM, ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ પોણા ત્રણ લાખનું સ્થળાંતર

Divyabhaskar.com

Jun 13, 2019, 01:55 AM IST

  • રાત્રે 12 વાગ્યે સીએમે કંટ્રોલ રૂમમાં સમીક્ષા કરી
  • 57 તાલુકામાં વાવાઝોડાની અસર છેઃ રૂપાણી 
  • સૂત્રાપાડા અને દીવમાં દરિયાના પાણી ધૂસ્યા છેઃ સીએમ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકાર સતત ખડેપગે છે. મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. કન્ટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, અત્યારસુધીમાં લગભગ પોણા ત્રણ લાખથી વધારે લોકોને આપણે સ્થળાંતર કર્યા છે. આટલું સ્થળાંતર ભૂતકાળમાં ક્યારેયપણ કરવામાં આવ્યું નથી. વાવાઝોડાને લઇને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. 57 જેટલા તાલુકાઓમાં વાવાઝોડાની અસર છે. સૂત્રાપાડા અને દીવમાં દરિયાના પાણી ધૂસ્યા છે. વાવાઝોડાની દિશા બદલાઈ નથી, તેની તીવ્રતામાં ઘટાડો થયો નથી.

તીવ્રતા ઘટી નથી, વાવાઝોડું આવી રહ્યું છે તે નિશ્ચિત છેઃ રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ નથી. પહેલા વેરાવળ અને મહુવા વચ્ચે આવવાનું હતું, જે હવે વેરાવળ અને દ્વારકા વચ્ચે આવશે. વાવાઝોડાની તીવ્રતામાં પણ કોઇ ઘટાડો થયો નથી. વાવઝોડું આવી રહ્યું છે તે નિશ્ચિત છે. વાવાઝોડાથી નુકસાન ન થાય તેવી તૈયારી કરવામાં આવી છે. ગુરુવારે સવારના આઠ વાગ્યાથી વાવાઝોડાની અસર શરૂ થઇ જશે. બપોરે લગભગ બેથી ત્રણ વાગ્યા વચ્ચે ટચ થશે.

એનડીઆરએફની તમામ ટીમો તૈનાત છે: રૂપાણી
એનડીઆરએફની બધી ટીમો ગુજરાતમાં પહોંચી ગઇ છે અને તૈનાત થઇ ગઇ છે. પોલીસ પણ આખી રાત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરશે. જેથી કોઇ નીચાણવાળા વિસ્તારમાં કોઇ વ્યક્તિ ન રહે અને સ્થળાંતર કરી શકાય. કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે. જેમ જેમ લોકો મળતા જાય છે, તેમને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે અને સલામત સ્થળે બધાને પહોંચાડીએ છીએ. સંસ્થાઓ, એનજીઓ, ફૂડ પેકેટ્સ બધુ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે.

PMO અને કેન્દ્રનું ગૃહમંત્રાલય પણ સંપર્કમાં, લોકો પણ સહકાર આપી રહ્યાં છેઃ રૂપાણી
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સતત આપણી ચિંતા કરે છે. પીએમઓ અને કેન્દ્રિય ગૃહમંત્રાલય સતત આપણા સંપર્કમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાનું સરકારે આગોતરું આયોજન કર્યું છે. લોકેને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. લોકો પણ તંત્રની કામગીરીમાં સહકાર આપી રહ્યાં છે. પીજીવીસીએલ, પાણી પૂરવઠા, આરએનબીની પણ વ્યાપક ટીમોએ અલગ-અલગ પોઝિશન લઇ લીધી છે. દરેક કંટ્રોલ રૂમ ફાયર બ્રિગેડ સાથે એલર્ટ છે. વાયુસેના, લશ્કર પણ આપણા સપોર્ટમાં છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી