એક કરોડથી વધુ ઉપાડ પર કપાયેલો TDS પરત મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરકપાત 2 વખત થતી હોવાથી CBDTનો પરિપત્ર
  • ફોર્મ 26ASમાં ટીડીએસની કપાત જોઈ શકાશે

અમદાવાદઃ 1 સપ્ટેમ્બર 2019થી અમલી નવી કલમ 194 એન હેઠળ જોગવાઇ કરવામાં આવી હતી કે જો કોઇ પણ વ્યક્તિ નાણાંકીય વર્ષ દરમિયાન તેના એક કે વધુ બેન્ક એકાઉન્ટમાં કુલ 1 કરોડથી વધુ રકમનો રોકડ ઉપાડ કરે તો વધારાની રકમ ઉપર બેન્કો અને પોસ્ટ ઓફિસો 2 ટકા ટીડીએસ કાપે છે. જે કરદાતાની 1 સપ્ટેમ્બર પહેલા રૂ. 1 કરોડની લીમીટ પૂરી થઇ ગઇ હોય તેમને હવે નવેસરથી લિમિટ મળશે. આ જાહેરાત બાદ સીબીડીટીને ખ્યાલ આવ્યો કે કરકપાત કરેલી રકમ ઉપર ફરીથી કેવી રીતે ટીડીએસ કાપવો અને પરત કેવી રીતે કરવો. આથી શુક્રવારે પરિપત્ર કરીને કરદાતાઓ તેમના કપાયેલા ટીડીએસની રકમ પરત કરવાનો નિર્ણય કર્યો છે. ફોર્મ 26 એએસમાં ટીડીએસ કપાત જોઇ શકશે.  સીબીડીટીએ જાહેર કર્યું કે કલમ 194 એન હેઠળ રોકડ ઉપાડ અંગેનો ટીડીએસ કરદાતાના ખાતામાં જમા કરાશે અને અન્ય આવકની સામે  કરદાતા તેની ક્રેડિટ લઇ શકશે. 

અન્ય સમાચારો પણ છે...