ઈંદોર IIMમાં ભણેલા યુવકના આપઘાતનું કારણ અકબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારણ જાણવા ફોન-લેપટોપ FSLમાં મોકલાયા

અમદાવાદ: ઈંદોર આઈઆઈએમમાંથી અભ્યાસ પૂરો કરનાર અને ખાનગી રિસર્ચ કંપનીમાં નોકરી કરતા વિક્રમ મીણાએ બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ફ્લેટની બારીમાંથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. વિક્રમે કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા પોલીસે તેનો મોબાઈલ ફોન અને લેપટોપ એફએસએલમાં મોકલવા તજવીજ શરૂ કરી છે. વિક્રમના ઘરમાંથી સંખ્યાબંધ સિગારેટના ઠૂંઠાં મળ્યા હતા, જેથી પોલીસનું માનવું છે કે કોઈ કારણોસર તે સતત ટેન્શનમાં રહેતો હોવો જોઈએ.
 

ફોન ઉપર વાત કરતો ત્યારે નોર્મલ વાત કરતો
આ અંગે એસીપી કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે, વિક્રમના માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ અમદાવાદ આવી ગયા હતા. જો કે વિક્રમ જ્યારે પણ તેમની સાથે ફોન ઉપર વાત કરતો ત્યારે નોર્મલ વાત કરતો હતો. જ્યારે વિક્રમના ઘરમાંથી તેનો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે. પરંતુ તે બંને લોક છે. જેથી તેના લોક ખોલવા અને તેની અંદરના ડેટામાં શું છે તે જાણવા માટે ફોન અને લેપટોપ એફએસએલમાં મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...