ભાસ્કર વિશેષ / બ્લાઈન્ડનેસને ફીલ કરવા શહેરમાં સૌપ્રથમવાર યોજાયો ‘ધ બ્લાઈન્ડ ઑર્કિસ્ટ્રા પર્ફોર્મન્સ’

'The Blind Orchestra Performance' was first performed in the city to fill blindness
'The Blind Orchestra Performance' was first performed in the city to fill blindness

  • ધ બ્લાઈન્ડ ઓર્કેસ્ટ્રાની સમગ્ર ગુજરાત ઓળખ ઊભી કરાવવા કલગી રાવલની અપીલ
  • હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાત

Divyabhaskar.com

Oct 22, 2019, 11:00 AM IST

અમદાવાદ: ઇસરાયેલના ધ બ્લાઈન્ડ ઓર્કેસ્ટ્રા જેમાં સામાન્ય મ્યુઝીશિયનને આંખે પાટા બાંધીને મ્યુઝિક વગાડવાનો અનોખો કાર્યક્રમ પ્રથમવાર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલ ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે દિવ્યાંગને પણ સામાન્ય જીવન જીવવાની તક મળે તે માટે બધા લોકોએ આગળ આવવું જોઈએ અને ગુજરાતને સંપૂર્ણ સુગમ્ય બનાવાની અપીલ કરી હતી. 'હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાત'નું સૂત્ર પણ કલગી રાવલે આપ્યું હતું.

સતત દોઢ કલાક સુધી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા
‘રાત્રે લાઈટ જતી રહે તો અંઘારાને કારણે વર્ષોથી રહેતા ઘરમાં પણ મીણબત્તી શોધવામાં ફાંફા પડી જતાં હોય છે તો વિચારો કે બ્લાઇન્ડ લોકો જેમને આંખી જિંદગી આ અંધારાં વચ્ચે જ જીવવાની છે તો તેમની વેદના કેવી હશે?' આંખનું આ અંધારું અનુભવીને બ્લાઇન્ડ લોકોની વેદનાને વાંચા આપવા માટે શહેરમાં સૌપ્રથમવાર 'બ્લાઇન્ડ ઑર્કેસ્ટ્રા અમદાવાદ’ મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલા મ્યુઝિશિયન આંખે પાટા બાંધીને સતત દોઢ કલાક સુધી વિવિધ મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડ્યા હતા.

શહેરમાં સૌપ્રથમવાર થયો આ પ્રકારનો પ્રયોગ
સન્ડે સિક્રેટ સેક્શન ઈઝરાયલના મ્યુઝિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા યુનિક કૉન્સેપ્ટ ધ્યમથી કાર્યક્રમ કરવામાં આવે છે. અમદાવાદમાં પણ આ SSSની શરૂઆત નિકેલેટ ગોર દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના ફૂટલાઈટ થિયેટર ખાતે અમદાવાદમાં સૌપ્રથમવાર 'ધ બ્લાઈન્ડ ઓર્કેસ્ટ્રા અમદાવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. અંધ બાળકોની વેદના અનુભવવા માટે 8 મ્યુઝિશિયનોએ આંખે પાટા બાધીને સતત દોઢ કલાક સુધી જુદા-જુદા મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ પર પોતાની કમાલ બતાવી હતી.

કેવી રીતે આંખે પાટા બાંધી વગાડ્યા ઈન્સ્ટ્રૂમેન્ટ
SSSની શરૂઆત કરનાર નિકેલેટ ગોરે કહ્યું કે, '8 જેટલા મ્યુઝિશિયન દ્વારા અમે સતત દોઢ કલાક સુધી આંખે પાટા બાંધી વિવિધ મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડ્યા હતા. 8 મ્યુઝિશિયનને મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ સ્ટાર્ટ, એન્ડ, અને ઓછી વધારે સ્પીડ સાથે કઈ બીટમાં વગાડવું તે માટે એક વ્યક્તિ રાખવામાં આવ્યો હતો. જે એક સ્ટીકની મદદથી મ્યુઝિશિયન સ્પર્શતા માધ્યમથી કમાન્ડ આપી રહ્યા હતા. આ પહેલા અમે સ્ટીકથી થતાં સ્પર્શથી કેવી રીતે મ્યુઝિક વગાડવું તે અંગે ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી. જે પ્રેક્ટિસને કારણે અમે આ વસ્તુ શક્ય બનાવી શક્યા હતા. પર્ફોમન્સમાં અમને કમાન્ડ આપી રહેલા વ્યક્તિનું મહત્વ ખૂબ અગત્યનું હતું.

X
'The Blind Orchestra Performance' was first performed in the city to fill blindness
'The Blind Orchestra Performance' was first performed in the city to fill blindness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી