તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The American Couple Adopted The Baby Kishan From Odhav's Special Adoption Center In Ahmedabad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઢવના ખાસ દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીએ દત્તક અપનાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીને દત્તક આપવામાં આવ્યો - Divya Bhaskar
દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીને દત્તક આપવામાં આવ્યો

અમદાવાદઃ અમદાવાદ કલેકટર કે.કે. નિરાલા દ્વારા ઓઢવમાં આવેલા ખાસ દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીને દત્તક આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ દત્તક કેન્દ્ર ચલાવવામાં આવે છે. અહીં તરછોડાયેલા, ગુમ થયેલા તથા માતા-પિતા દ્વારા સરેન્ડર કરેલ બાળકોને રાખવામાં આવે છે. આ બાળકોને ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા મારફત રજિસ્ટર્ડ વાલીઓને આપવામાં આવે છે. 
ઓઢવના ખાસ દત્તક કેન્દ્ર ખાતે નિવાસ કરતા બાળક કિશનને અમેરિકાના સાઉથ કેરોલીનાના નિવાસી જ્હોન કાસ્ટિલ તથા ક્રિસ્ટન કાસ્ટીલને ભારત સરકારની દત્તકવિધાન માર્ગદર્શિકાની કાયદાકીય રીતે દત્તક આપવામાં આવ્યો હતો. કિશનના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા વહીવટી તંત્રએ શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદ જિલ્લાના તમામ દત્તક કેન્દ્રોમાં વસવાટ કરતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ રહે છે. કલેકટર કે.કે નિરાલાએ દત્તક લેનાર દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો