• Gujarati News
  • National
  • The 17 year old Daughter Is Reported To Be Fatherly Homosexual, The Daughter Asks Her Father To Kill Her

પિતા સમલૈંગિક હોવાની જાણ થતા 17 વર્ષની દીકરીએ માતાને કહ્યું તેમને મારી નાંખીએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમ લગ્ન કરનાર યુવતીને 10 વર્ષે પતિ સમલૈંગિક હોવાની જાણ થઈ પરંતુ દીકરીના લીધે સાથે રહી
  • અન્ય પુરુષો સાથે સંબંધને લઈ યુવકને ગુપ્ત રોગો થયા, પત્નીએ શારીરિક સંબંધોનો અંત લાવ્યો

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં 17 વર્ષની સગીરાને તેના પિતા સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાની જાણકારી મળતાં જ પિતા તેમજ અન્ય પુરૂષોને નફરત કરતી થઈ ગઈ છે. પિતા તેના બીજા પાર્ટનરના કહેવાથી પત્ની અને દીકરીને મારતો હતો. પિતાના સમલૈંગિક સંબંધના કારણે ઘરમાં મારતા હોવાથી કંટાળી સગીરા પોતાના પિતાને મારી નાખવા માટે તૈયાર થઈ ગઈ હતી. જેથી માતાએ 181 અભ્યમ હેલ્પલાઈનની મદદ લઇ અને સગીરાને સમજાવી હતી. પોલીસ અને અભ્યમની સમજાવટ બાદ પિતા પાસેથી પણ ઘરમાં પત્ની અને દીકરીને નહિ મારવાની બાંયધરી લીધી હતી. શહેરના બાપુનગરમાં રહેતી 36 વર્ષીય શિક્ષિકાએ 39 વર્ષીય યુવક સાથે 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા. યુવક પોતે પૂજારી છે. લગ્નના એક વર્ષ બાદ તેઓ એક દીકરીના માતા પિતા બન્યા હતા. બંનેનું લગ્નજીવન 10 વર્ષ સુધી સારું ચાલ્યું હતું પરંતુ  ત્યારબાદ યુવક પત્નીને મારઝુડ કરવા લાગ્યો હતો.

લગ્નના 10 વર્ષ બાદ પતિનો ભાંડો ફૂટ્યો

પતિના બદલાયેલા વર્તન અંગે પત્નીએ તપાસ કરતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પતિ સમલૈંગિક હોવાનું જાણવા મળ્યું હતું. પતિને પૂછતાં તેને આ સંબંધો ધરાવતો હોવાનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ મારો શોખ છે મને તું પણ ગમે છે અને મારો બોયફ્રેન્ડ પણ. હું તને છોડવા માંગતો નથી. લગ્નના 10 વર્ષ બાદ પતિનો ભાંડો ફૂટતા તેની પત્ની દીકરીને લઈ પિયર જતી રહી હતી. જો કે 9 વર્ષની દીકરી હોય તેણે પતિ સાથે સમાધાન કરી સાથે રહેવાનું નક્કી કર્યું. પત્નીએ પતિના હોર્મોન્સ માટેની દવા કરાવી હતી. જો કે યુવક આ દવા ખાતો નહોતો. યુવકને અન્ય પુરૂષો સાથેના સંબંધના કારણે છેલ્લા 3 વર્ષથી યુવકને ગુપ્ત રોગો થઇ ગયા હતા. ગુપ્ત રોગોના કારણે પત્નીએ પતિ સાથેના શારીરિક સંબંધોનો અંત લાવ્યો હતો. 

2 વર્ષ પહેલાં દીકરી પિતાનો મોબાઇલ જોઇ રહી હતી
યુવક લગ્ન પહેલા અને લગ્નના 10 વર્ષ સુધી પૈસા આપી અલગ અલગ યુવકો સાથે વન નાઇટ સ્ટેન્ડ કરતો હતો. આ સંબંધો દરમ્યાન તે એક યુવકના પ્રેમમાં પડ્યો હતો. જેની સાથે તેણે આજીવન સંબંધનો વાયદો કર્યો. યુવકનો અન્ય પાર્ટનર તેની પત્ની વિરુદ્ધ કાન ભંભેરણી કરતો હોવાથી તેણે પત્નીને હેરાન કરી મારઝુડ કરવાનું  શરુ કર્યું હતું. અવારનવાર આ સંબંધને લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો અને મારામારી થતી હતી. જે તેમની 17 વર્ષીય દીકરી પણ જોતી હતી. 2 વર્ષ પહેલાં દીકરી પિતાનો મોબાઇલ જોઇ રહી હતી. ત્યારે તેણે પિતાના અન્ય પાર્ટનર સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી ગઈ હતી. પિતા અન્ય પુરૂષો સાથે સંબંધ ધરાવતો હોવાનું જાણી જતાં તેને પિતાને પૂછયુ હતું જેથી યુવક તેની દીકરીને પણ મારવાનું શરૂ કર્યું હતું.
 

ગભરાયેલી માતાએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી
પિતાની હકીકત જાણીને દીકરીને તમામ પુરુષો માટે નફરત જાગી ગઈ હતી. ઘરમાં યુવક પત્ની અને દીકરીને રોજ મારઝુડ કરતો હતો. સગીર દીકરીએ માતાને કહ્યું કે પિતાને મારી નાંખીએ અને આપણે રોજ રડવાની જગ્યાએ એ એક દિવસ રડી લઇએ. આ સાંભળીને ગભરાયેલી માતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. હેલ્પલાઇનના કાઉન્સેલર બિનલબહેન ત્યાં પહોંચ્યા હતા. બિનલબહેને કિશોરનું કાઉન્સેલીંગ કરી સમજાવ્યા હતા. યુવકને પણ સમજાવતા તેણે દીકરી કે પત્ની સાથે મારઝુડ નહીં કરવાની બાંહેધરી આપી હતી. યુવકને ગુપ્ત રોગ થયો હોવાથી તેની દવા કરાવવા માટેની પણ તેની પાસેથી બાંયધરી લેવામાં આવી હતી.