સાણંદ  / સરકારી સ્કૂલના પૂર્વ આચાર્ય ગેરવર્તણૂક કરતા હોવાનો શિક્ષિકાઓનો આક્ષેપ

Teachers complaint against former school principal

Divyabhaskar.com

Sep 12, 2019, 04:32 AM IST

અમદાવાદ: સાણંદના જોલાપુરની સરકારી સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ ગેરવર્ણતૂક કરતા હોવાનો સ્કૂલની શિક્ષકાઓએ જિલ્લા પંચાયતમાં ડીપીઓ અને શિક્ષણ સમિતીના ચેરમેન સમક્ષ લેખિત રજૂઆત કરી બળાપો કાઢ્યો હતો. આ ઉપરાંત ગ્રામજનોને ગેરમાર્ગે દોરી હુમલા કરાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

અમદાવાદ જિ. પંચાયતમાં DPO અને શિક્ષણ સમિતિના ચેરમેન સમક્ષ લેખિત રજૂઆત કરી
સૂત્રોના જણાવ્યાનુસાર જોલાપૂરની સરકારી સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ રાકેશ પટેલ અને સ્ટાફ વચ્ચે 2016માં પણ વિવાદ થયો હતો. હાલ વિવાદ વધુ વકર્યો હતો. જેથી શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલની ગયા મહિને ધોલેરા બદલી કરી હતી. શિક્ષકાઓનો આક્ષેપ છેકે પૂર્વ પ્રિન્સિપાલ ધોલેરા હાજર નહીં થઇ જોલાપૂરમાં જ નોકરી કરવાનો આગ્રહ રાખી ગ્રામજનોને ગેરમાર્ગે દોરે છે અને ગત 9 સપ્ટેમ્બરે સ્કૂલ પર હુમલો કરાવ્યો હતો. આ હુમલા બાદ શિક્ષકાઓ ગભરાઇ ગઇ હતી.

પૂર્વ પ્રિન્સીપાલ અને સ્ટાફની લડાઇમાં બાળકોના શિક્ષણના દિવસો વ્યર્થ થયા
શિક્ષકાઓનો આક્ષેપ છે કે, પૂર્વ પ્રિન્સિપાલની વર્ણતૂક પણ સારી નહતી. આ અંગે તપાસ કરી તેમની સામે ત્વરિત પગલાં ભરવામાં આવે. બદલી રદ કરાવવા રાજકીય આગેવાનો તરફથી દબાણ લાવી રહ્યા છે. સ્કૂલના પૂર્વ પ્રિન્સીપાલ અને સ્ટાફની લડાઇમાં બાળકોના શિક્ષણના દિવસો વ્યર્થ જઇ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે રાજકીય ઇશારે પૂર્વ પ્રિન્સિપાલને કેટલાક લોકો ખોટું સમર્થન કરી રહ્યા છે. જો પ્રશ્નનો ત્વરિત નિકાલ નહીં થાય તો વિવાદ વધુ વકરશે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષિકાઓને ટેકો જાહેર કર્યો છે.

તપાસના રિપોર્ટ 24 કલાકમાં આવી જશે
જિલ્લા શિક્ષણાધિકારી એમ.એન. પટેલે જણાવ્યુ હતુ કે, સમગ્ર મામલે હાલ તપાસ ચાલે છે. તપાસનો રિપોર્ટ 24 કલાકમાં આવી જશે. ત્યારબાદ અહેવાલ ડીડીઓ અને ગાંધીનગર મોકલાશે. મારી સત્તામાં હશે તો કાર્યવાહી પણ કરાશે. હાલ આ અંગે કાંઇ વધુ કહી શકાય તેમ નથી.

X
Teachers complaint against former school principal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી