તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supporters Of Shambhu Prasad Tundia Got Angered Due To Note Give Ticket For Rajyasabha

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ ન મળતા સમર્થકો અકળાયા, કહ્યું-બાપજીને રિપીટ ન કરી દલિત સમાજનું અપમાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી સવગુણ ધામ નામના વોટ્સએપ ગ્રૂપનો સ્ક્રિન શોટ અને શંભુ પ્રસાદ ટુંડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
શ્રી સવગુણ ધામ નામના વોટ્સએપ ગ્રૂપનો સ્ક્રિન શોટ અને શંભુ પ્રસાદ ટુંડિયાની ફાઈલ તસવીર

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકો મામલે હાલ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. ગઈકાલે(11 માર્ચ) ભાજપે બે ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ હાલ રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડીયાને ટિકિટ ન મળતા તેમના સમર્થકો અકળાઈ ઉઠ્યાં છે. માત્ર એટલું જ નહીં, સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં આક્રોશ વ્યક્ત કરી સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.

શ્રી સવગુણ ધામ નામના વોટ્સએપ ગ્રૂપમાં આક્રોશ વ્યક્ત કર્યો
શ્રી સવગુણ ધામ નામના વોટ્સએપ ગ્રૂપમાં ચાલેલી ચર્ચાના સ્ક્રીન શોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, બાપજીને રિપીટ નહીં કરી દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, બાપજી આદેશ કરે તો બધા કમલમ ભેગા થાવ અને સામુહિક રાજીનામાં આપી દઈએ,બાપજીને રિપીટ ના કરવામા આવતા સમર્થકો નારાજ થઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે.

અભય ભારદ્વાજને ઉમેદવાર બનાવતા પક્ષમાં નારાજગી
તો બીજી તરફ ગુલબર્ગકાંડના આરોપીના વકીલ રહી ચૂકેલા અને વજુભાઇ વાળા સામે ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડેલા અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ મળતા ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપના નેતાઓ ભારદ્વાજને ટિકિટ આપવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.તેમજ સંગઠનમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે અભય ભારદ્વાજ સિવાય પણ અનેક વરિષ્ઠ અને ભાજપના મૂલ્યોને વરેલા અગ્રણીઓને રાજ્યસભામાં તક મળવી જોઈએ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો