તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુમિત ભટનાગરને અઢી કરોડના બોન્ડ પર જામીન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમિત ભટનાગર ફાઈલ તસવીર - Divya Bhaskar
સુમિત ભટનાગર ફાઈલ તસવીર
  • હાઈકોર્ટે ત્રણ મહિનાના જામીન આપ્યા
  • પ્રોપર્ટી વેચવા સામે પ્રતિબંધ પણ મૂક્યો

અમદાવાદ: દેશની 11 બેન્કો સાથે 2654 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર અમિત અને સુમિત ભટનાગરને હાઇકોર્ટે અઢી કરોડના બોન્ડ અને 50 લાખની સોલવન્સી જમા કરાવવા સાથે 3 મહિનાના જામીન મંજુર કર્યા છે.

પ્રોપર્ટી ટાંચમાં લેવાની હોવાથી વેચી શકાશે નહીં
અમિત અને સુમિત ભટનાગરને હાઇકોર્ટે શરતોને આધારે જામીન મંજૂર કર્યા છે. દર 15 દિવસે વડોદરા પોલિસ સ્ટેશનમાં હાજરી આપવી, વડોદરા છોડીને બહાર કયાય જવું નહી. ભટનાગર બંધુઓ પાસેથી તેમની પ્રોપર્ટીની યાદી લેવામાં આવી હતી. આ પ્રોપર્ટી ટાંચમાં લેવાની હોવાથી તેને વેચી શકશે નહી. સીબીઆઇ તરફથી વિરોધ કરાયો હતો. સીબીઆઇ તરફથી એડવોકેટ આર.સી કોડેકરે એવી દલીલ કરાઇ હતી કે ભટનાગરબંધુઓની પ્રોપર્ટી ટાંચમાં લેવાની છે. કેસની તપાસ ઇડી અને સીબીઆઇ કરી રહી હોવાથી જામીન ન આપવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...