તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદને વર્ષ 2010-2021માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. પહેલાના જમાનામાં મ્યુનિસિપલ સ્કૂલો માત્ર એક જ મકાનમાં અને કાચા મકાનોમાં ચાલતી હતી અને ત્યારે અત્યારના જેવી હાઈટેક સુવિધાઓ નહોતી. છતાં મ્યુનિસિપલ સ્કૂલોમા અભ્યાસ કરી અનેક લોકો સારા તેમજ ઉચ્ચ હોદ્દા પર છે અથવા તો રહી ચૂક્યા છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરી સમાજમાં નામના મેળવેલા કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે DivyBhaskarએ વાતચીત કરી અનુભવો જાણ્યા હતા.
પુનમચંદ પરમાર (IAS)
રાજ્યના કૃષિ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા અને મિલવર્કરના દીકરા એવા પૂનમચંદ ખેમચંદભાઈ પરમારએ જણાવ્યું હતું કે, ધો. 1થી 7 સુધી ગોમતીપુરમાં આવેલી રાજપુર શાળા નંબર 2 અને 5માં અભ્યાસ કર્યો છે. તે સમયમાં શાળાનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારું હતું. જેના કારણે હું આજે IAS ઓફિસર છું. નિયમિતતા અને પિરિયડ પ્રથા ખૂબ જ સરસ હતું. શિક્ષકો પોતાનું દિલથી દરેક વિદ્યાર્થીઓને ભણાવતા હતા એવું નહીં કે આવી ને પિરિયડ લઈને જતા રહે. ગણિત અને વિજ્ઞાન વિષય મ્યુનિસિપલ સ્કૂલમાંથી જ ખૂબ સારું થયું છે. તે સમયનું શિક્ષણ ખૂબ જ ગુણવત્તાભર્યું હતું
ડો. જગદીશ ભાવસાર (પ્રો. વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી)
શિક્ષણ ક્ષેત્રમાં નામના ધરાવતા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ચેરમેન રહી ચૂકેલા ડો. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, તે સમયે ખાનગી શાળાઓ ખૂબ જ ઓછી હતી. દરેક સમાજના લોકો મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અભ્યાસ કરતા હતા ત્યારનું શિક્ષણ સ્તર ખૂબ જ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું હતું. આજે પણ તે જ શિક્ષણ છે. વિદ્યાર્થીઓને તે સમયે સરકાર તરફથી દૂધ આપવામાં આવતું હતું. એ સમયમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો હતા. મેં શાહપુર શાળા નંબર 1માં ધો. 1થી4 સુધી અભ્યાસ કર્યો છે.
વલ્લભ રામાણી ( એડવોકેટ)
દેશ માટે પોતાનો જીવ આપનાર શહીદ મેજર ઋષિકેશ રામાણીના પિતા અને વ્યવસાયે વકીલ એવા વલ્લભ રામાણીએ જણાવ્યું હતું કે,ધો.1થી 7 બાપુનગર શાળા નંબર 3માં અભ્યાસ કર્યો હતો. ત્યારના સમયમાં બાપુનગર હાઉસિંગના મકાનમાં સ્કૂલ ચાલતી હતી પછી પાકી બિલ્ડિંગ બની હતી. તે સમયે સ્કૂલ અને વિદ્યાર્થીઓ વચ્ચે માન અને સન્માન પ્રમાણમાં ખૂબ જ સારું હતું. કોઈ કારણસર મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણવાની સંખ્યા ઓછી થઈ ગઈ હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફરી મ્યુનિસિપલ સ્કૂલોમાં ઘણું સારું ભણતર અને સંખ્યા થઈ છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગૃહ રાજ્યમંત્રી સન્માન કરશે
નગર પ્રાથમિક સમિતિ અમદાવાદના 100 વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ રાજકીય, સામાજિક IAS, IPS, ડોકટર, પત્રકાર, વકીલ, CA સહિતના હોદ્દાઓ પર રહી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ગૌરવ અપાવ્યું છે તેવા પૂર્વ વિદ્યાર્થીઓનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવશે. રવિવારે સવારે ટાઉનહોલમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓનું સન્માન કરશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.