તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડાસરમાં અજાણ્યા શખ્સો 5 શ્વાન પર એસિડ ફેંકી ફરાર થયા, એનીમલ લાઈફ કેર સંસ્થાએ હોસ્પિટલ ખસેડ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકારની ઘટના સતત વધતા જીવદાય પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો છ

અમદાવાદ: ઘોડાસર વિસ્તારમાં 5 શ્વાન પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા એનીમલ લાઈફ કેર સંસ્થા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ શ્વાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકારની ઘટના સતત વધતા જીવદાય પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 27/9/2019ના રોજ ઘોડાસરના કેડીલા બ્રીજ પાસે આવેલી ચંદ્રલોક સોસાયટીથી કોલ આવ્યો હતો. જેમા ચાર  શેરીના શ્વાન તથા  એક લેબાડોગ મળીને કુલ પાંચ શ્વાન પર કોઈ અજાણ્યા શખ્સોએ  એસિડ  નાખી  ખૂબ ગંભીર હાલતમાં ઘાયલ કર્યા હતા. નિર્દય દયનીય  કરુણા ભર્યો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ જેવા મહાનગરમાં  પણ બિચારા  મુગા જીવ જે બોલી નથી શકતા એમના પર આ પ્રકારથી અત્યાચાર કરી ને માનવ-જીવને શું મળશે. એસિડથી પીડિતા શ્વાનોને  તકલીફ વઘતી જણાતા એનિમલ લાઈફ કેર સંસ્થાના મંત્રી વિજય ડાભી તથા  નિકુંજ ભાઈ શાહ  તાત્કાલિક સ્થળ પર પહોંચી તેનુ રેસ્ક્યુ  કરી તથા એમ્બ્યુલન્સની મદદથી  મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...