તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજુ 1 મહિનો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે, ગંભીર રોગચાળાનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમી - Divya Bhaskar
વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમી
  • બેવડી ઋતુમાં લોકોને વાઈરલ ઈન્ફેક્શન અને ખતરનાર રોગ થઈ શકે
  • 37 ડિગ્રી સાથે આજે ડીસા સૌથી ગરમ શહેર બન્યું

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ધોધમાર વરસાદ બાદ પણ વાતાવરણમાં બફારો અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જ્યારે બીજી તરફ વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો વર્તારો શરૂ થયો છે. જેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમજ શિયાળાની આગાહી કરતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બરથી રાજ્યમાં સત્તાવાર શિયાળાની શરૂઆત થઈ જશે. ત્યાં સુધી શહેરજનોએ સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ બેવડી ઋતુનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના આંકડા મુજબ 37 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર બન્યું. ઉપરાંત સુરત અને રાજકોટ સહિત 8 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિત 11 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું હતું.

બેવડી ઋતુમાં શું થઈ શકે?
હાલ ગુજરાતમાં ભરમાં બપોરે ગરમી અને સવારે-રાત્રે ગુલાબી ઠંડી પડવાથી લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે બેવડી ઋતુની લોકો પર શું અસર પડી શકે છે તે વિશે પણ જાણવુ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, બે ઋતુમાં લોકોને સૌથી પહેલા વાઈરલ ઈન્ફેક્શન થઈ શકે છે. H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂની શક્યતા વધારે છે. તેમજ વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે ઝેરી-મલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા ભયંકર રોગમાં લોકો સપડાઈ શકે છે. નાના-બાળકો અને વૃદ્ધોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

ક્યા કેટલી ગરમી?

શહેરતાપમાન
અમદાવાદ35
વડોદરા35
સુરત36
રાજકોટ36
ભૂજ36
નલિયા35
કંડલા36
વેરાવળ36
સુરેન્દ્રનગર36
ડીસા37
ગાંધીનગર36
વલસાડ36

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો